તેઓ રાજકોટથી સીધા જસદણ તાલુકાના આટકોટ પહોચ્યા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આટકોટ ખાતે કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. આ હોસ્પિટલ 40 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે.આ સભામાં ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ કહ્યું હોસ્પિટલના લોકાર્પણથી લોકોને સુરક્ષાકવચ મળ્યું.પીએમ મોદી એ હોસ્પિટલ નું નિરીક્ષળ પણ કર્યું.આ હોસ્પિટલમાં 200 બેડ ની સુવિધા છે.
પીએમ મોદી એ કહ્યું “છેલ્લા ૮ વર્ષથી માતૃભૂમિની સેવામાં કોઈ કસર નથી છોડી સરકાર સાથે જનતા જોડાઈ ત્યારે વધુ સેવા મળે છે” અને “તમારી આપેલી શિક્ષા અને સંસ્કારથી આઠ વર્ષથી દેશની સેવા કરી રહ્યો છું, તમારો પ્રેમ મારા માટે વધતો જાય છે”પ્રધાનમંત્રીએ હોસ્પિટલમાં નિર્માતા અને ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાની પીઠ થાબડી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઇ વાળા પણ ત્યાં ઉપસ્થિત છે.
વડાપ્રધાન મોદીએ પોતાના નિવેદનમાં કહ્યું કે આધુનિક હોસ્પિટલ આપણાં ઘર આંગણે છે,હવે લોકોને અત્યાધુનિક સારવાર અહીં જ મળી રહેશે. ગુજરાતમાં પહેલા માત્ર નવ જ મેડિકલ કોલેજ અને ૧૧૦૦ જ બેઠક હતી,હવે મેડિકલના વિદ્યાર્થીઓ માટે ૮ હજાર બેઠકો છે. પહેલા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીને મેડીકલમાં એડમીશન મળતુ હતુંહવે માતૃભાષામાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીને પણ મેડિકલમાં પ્રવેશ મળે છે. ગુજરાતમાં એર કનેક્ટિવિટી પણ વધી છે.રો રો ફેરીથી ઘણો ફાયદો થયો છે
આયુષ્માન કાર્ડનો લાભ 50 લાખ લોકોને મળ્યો,મોટામાં મોટા ઓપરેશનનો ખર્ચ સરકાર ઉઠાવે છે MSMEથી ગુજરાતમાં ઘણાં ઉદ્યોગો સ્થપાયા છે. મોરબીના ટાઈલ્સ ઉદ્યોગનો સમગ્ર વિશ્વમાં ડંકો વાગ્યો છે. 2014 પહેલા એવી સરકાર હતી જેને સરદાર સરોવર ડેમ માટે પણ ઉપવાસ કરવો પડ્યો હતો.
કે ડી પરવાડીયા હોસ્પીટલના લોકાર્પણ સમયે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે છેલ્લા 8 વર્ષમાં ભૂલથી પણ એવું કોઈ કામ નથી કર્યું કે જેના કારણે તમારે કે દેશના લોકોએ નીચું જોવું પડે આ ગુજરાતની માટીના જ સંસ્કાર છે તેવી પીએમ મોદી એ જણાવી ગુજરાતી હોવાનું ગૌરવ વ્યક્ત કર્યો છે.