વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત રાત્રે ગુજરાત આવી પહોંચ્યા બાદ આજે સવારે તેઓ મહાત્મા મંદિર પહોંચ્યા હતા. જ્યાં મોઝામ્બિકના રાષ્ટ્રપતિ અને તિમોર-લેસ્ટે દેશના રાષ્ટ્રપતિ સાથે બેઠકનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બપોરે 3 કલાકે વડાપ્રધાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ-શોનું ઉદ્ઘાટન કર્યું છે. ત્યારબાદ સાંજે રોડ શો પણ યોજવાના છે.
મહાત્મા મંદિર ખાતે મોઝામ્બિક અને તિમોર-લેસ્ટેના રાષ્ટ્રપતિ ઉપરાંત અનેક કંપનીઓના પ્રતિનિધીઓ સાથે બેઠકો યોજી : સાંજે 5:30 કલાકે યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે રોડ શો યોજાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મીએ રાત્રે ગાંધીનગર આવી પહોંચ્યા હતા. તેઓ વાઇબ્રન્ટ અંતર્ગત દેશ અને ગુજરાતમાં રોકાણ કરવા માટે ઉત્સાહી કંપનીઓ સાથે વાટાઘાટો કરવાના છે. જેમાં વિશ્વમાં સેમીકંડક્ટર ક્ષેત્રે કામ કરતી નામાંકિત કંપની માઇક્રોન ટેકનોલોજીના સીઇઓ સંજય મેહરોત્તરા સાથે પણ વાતચીત કરવાના છે. ગુજરાતમાં માઇક્રોન નવી સેમીક્ધડક્ટર એસેમ્બલ અને ટેસ્ટ ફેસેલિટી ઉભા કરે તેવી શક્યતા છે. જાપાનની સુઝુકી મોટરના પ્રેસિડન્ટ તોશી હીરો સુઝુકી સાથે પણ ચર્ચા કરવાના છે. યુએઇની ડી.પી. વર્લ્ડ સાથે પણ વડાપ્રધાન મિટિંગ યોજવાના છે. ડી.પી. વર્લ્ડના ગ્રૂપ ચેરમેન સુલતાન એહમદ બિન સુલાયેમ સાથે મોદી વન ટુ વન મિટિંગ કરવાના છે.
આજથી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નો પ્રારંભ થયો છે. ત્યારે આજે સવારે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જૈસિંટો ન્યુસીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. તેમનું સ્વાગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. બાદમાં ભપેન્દ્ર પટેલ અને મોઝામ્બિકના રાષ્ટ્રપતિ બાય કાર ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવનથી મિટિંગ માટે મહાત્મા મંદિર પહોંચ્યા હતા. મિટિંગ બાદ નરેન્દ્ર મોદીએ ટ્રેડ શોનું ઉદ્ધાટન કર્યું છે અને પછી બપોર પછી 5 વાગ્યે અમદાવાદમાં રોડ-શો યોજશે.
તિમોર-લેસ્ટે દેશના પ્રેસિડન્ટ જોસ-રામોસ હોરતા પણ મહાત્મા મંદિર આવી પહોંચ્યા હતા. તિમોર-લેસ્ટે કે જે ઇસ્ટ તિમોર તરીકે પણ ઓળખાય છે તેનો વિસ્તાર માત્ર 14874 સ્કવેર કિલોમીટર છે અને તેની વસતી માત્ર 13.40 લાખ છે. આ દેશના પશ્ચિમ ભાગનો વહિવટ ઇન્ડોનેશિયા સંભાળે છે અને દક્ષિણમાં તેના પડોશમાં ઓસ્ટ્રેલિયા છે.
ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટમાં અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ કંપનીઓના સીઇઓ સાથે વાટાઘાટો કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટમાં આવનારી વિશ્વની ટોપ કંપનીઓની સીઇઓ સાથે કરી છે જેમાં જાપાનની સુઝુકી મોટર, યુએસએની માઇક્રોન ટેકનોલોજી સહિતની કંપનીના સીઇઓનો સમાવેશ થાય છે. વર્લ્ડ કંપનીના સીઇઓ સુલતાન અહમેદ બિન સુલાયમ મોદીને મળ્યા હતા. તેઓઓ ગ્રીન, એનર્જી, એફિસિયન્ટ પોર્ટસ, વર્લ્ડક્લાસ સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે ચર્ચા કરી હતી, તેમજ તેમની ડીપી વર્લ્ડ કંપનીની ભવિષ્યની યોજનાઓ વિશે ચર્ચા કરી હતી. માઇક્રોન ટેકનોલોજીના પ્રેસિડન્ટ અને સીઇઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ભારતમાં સેમિક્ધડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વધારવા માટે માઈક્રોનના પ્રયાસોની ચર્ચા કરી હતી.
મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ જોઇએ તો સવારે 8 વાગ્યે મોઝામ્બિકના રાષ્ટ્રપતિનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયુ હતું. 9.30 વાગ્યે પીએમ મોદીની તિમોર-લેસ્ટે દેશના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજાઈ હતી. બપોરે 12.15 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજાઈ હતી. બપોર પછી 3 વાગ્યે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ-શોનું પીએમ મોદીના હસ્તે ઉદ્ધાટન થયું છે. બપોર પછી 5.30 વાગ્યે યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આગમન અને રોડ-શો યોજાવાનો છે. રાતે 10 વાગ્યે ચેક રિપબ્લિકના વડાપ્રધાન પિટર ફિયાલાનું આગમન થવાનું છે.
ડીપી વર્લ્ડના ગ્રુપ ચેરમેન અને સીઇઓ સુલેયમ સાથે વડાપ્રધાન મોદીએ મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. તેઓએ ભારતમાં રોકાણને વધુ પ્રોત્સાહન આપવાની ડીપી વર્લ્ડની યોજનાઓની વિગતો આપી હતી. ખાસ ગ્રીન એનર્જી, ગ્રીન પોર્ટ અને વિશ્વ કક્ષાના લોજિસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણને લગતી ચર્ચાઓ કરવામાં આવી હતી.
એ.પી.મોલરના સીઇઓ કીથ સ્વેન્ડસેને વડાપ્રધાન મોદી સાથે ગ્રીન હાઇડ્રોજનના નિર્ણાયક વિષયો અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. વડાપ્રધાને તેઓને ગિફ્ટ સિટીમાં રોકાણની યોજનાઓને બિરદાવી હતી. આ ઉપરાંત ગિફ્ટમાં તેઓએ આગામી આયોજનો અંગે પણ વિગતો પ્રદાન કરી હતી.
માઈક્રોન ટેક્નોલોજીના સીઈઓ સંજય મેહરોત્રાએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન મોદીને મળીને ભારતમાં સેમિક્ધડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વધારવા માટે માઈક્રોનના પ્રયાસોની ચર્ચા કરી હતી. આ વેળાએ વડાપ્રધાન મોદીએ માઇક્રોનની કામગીરીને બિરદાવી સેમિક્ધડકટરની જરૂરિયાત ઉપર પણ બહાર મુક્યો હતો.
ડીકિન વાઈસ ચાન્સેલર અને પ્રોફેસર ઈયાન માર્ટીને વડાપ્રધાન મોદી સાથે સાયબર સુરક્ષાને લઈને સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહયોગ વધારવા પર ચર્ચા કરી હતી. પીએમએ સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ભારતીય યુનિવર્સિટીઓ સાથે સહયોગ કરવા માટે ડીકિન યુનિવર્સિટીનું પણ સ્વાગત કર્યું. આ સાથે ડીકીન યુનિવર્સિટી અંગે વીસીએ વિસ્તૃત માહિતી પણ વડાપ્રધાન મોદીને આપી હતી.
સુઝુકી મોટર કોર્પના ડિરેક્ટર અને પ્રમુખ તોશિહિરો સુઝુકીએ વડાપ્રધાન સાથે ભારતમાં જ વાહનો બનાવી તેની નિકાસ કરીને વૈશ્વિક ઓટોમોટિવ માર્કેટમાં ભારતને એક મજબૂત સ્થાન આપવાની મારુતિ સુઝુકીની યોજનાઓની ચર્ચા કરી. સાથે જ ભારતમાં વાહન સ્ક્રેપિંગ અને વાહન રિસાયક્લિંગને લગતી શ્રેષ્ઠ વ્યવસ્થા ગોઠવવામાં અંગે પણ વિગતો આપી હતી.
વડાપ્રધાન મોદીએ તિમોર-લેસ્ટેના રાષ્ટ્રપતિ જોસ રામોસ-હોર્ટા સાથે દ્વિપક્ષી બેઠક કરી હતી. આ વેળાએ ક્ષમતા નિર્માણ, માનવ સંસાધન વિકાસ, આઇટી, ફિનટેક, ઊર્જા અને પરંપરાગત ચિકિત્સા અને ફાર્મા સહિત હેલ્થકેરમાં તિમોર-લેસ્ટેને સહાયની ઓફર કરી હતી. વડાપ્રધાન મોદીએ તિમોર-લેસ્ટને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇએસએ) અને કોએલિશન ફોર ડિઝાસ્ટર રેસિલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (સીડીઆરઆઈ)માં જોડાવા આમંત્રણ પણ આપ્યું હતું.