ચીને ભારતને કહી દીધું છે કે ભારત-પાક. મુદો સમિટમાં ઉઠાવતા નહીં છતા છપ્પનની છાતી ધરાવતા મોદી આતંકવાદ ઉપરાંત ડોકલામ વિશે પણ બોલી શકે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનમાં છે ત્યારે બ્રિકસ સમીટમાં તેમના સંબોધન પર વિશ્ર્વ આખાની મીટ મંડાઈ છે.
અહી ખાસ ઉલ્લેખનીય છે કે બ્રિકસના નવમા શિખર સંમેલન અંતર્ગત પાંચ દેશો બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચાઈના અને સાઉથ આફ્રિકાના વડાઓ ચીનમાં છે. ભારત અને ચીન વચ્ચે ડોકલામ મુદે વિવાદ ચાલી રહ્યો હતો. હાલ તૂર્ત બંને દેશોની સેનાઓએ બેક સ્ટેપ લઈ લીધા છે. ભારતની કૂટનીતિનો વિજય થયો છે. ત્યારે વિશ્ર્વ આખાની નજર નરેન્દ્ર મોદીના સંબોધન પર છે. તેઓ પોતાના સંબોધનમાં ડોકલામ મુદો સામેલ કરે છે કે નહી? આ સિવાય હંમેશની માફક તેઓ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો મુદો સામેલ કરે છે કે નહી?
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બ્રિકસ દેશોને તમામ પ્રકારનાં ત્રાસવાદ સામે લડવા માટે સર્વાંગી દ્રષ્ટિકોણ અપનાવવાની અપીલ કરી છે. તેમણે ત્રાસવાદના લક્ષણ અને મૂળ જાણવા કહ્યું હતુ જેથી આતંકીઓને કોઈ પણ જગ્યાએ આશરો ન મળી શકે.
આજે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિકસ સંમેલનના સત્રમાં ભાગ લેશે અને પ્રસંગોચિત સંબોધન કરશે. મોદી અને જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થવા પણ સંભવ છે. મોદી પોતાના સંબોધનમાં ડોકલામ ઉપરાંત પાકિસ્તાનમાં આતંકવાદને સુરક્ષીત આશરો મળતો હોવાનો પણ મુદો ઉઠાવે તેવી સંભાવના છે. બીજી તરફ ચીનનું કહેવું છે કે આ સંમેલન આવા મુદાઓની ચર્ચા કરવા માટેનું સ્થળ નથી ચીન આમ એટલા માટે કહી રહ્યું છે કે તે પાકિસ્તાનના ખંભા ઉપર બંદૂક રાખીને ભારત પર નિશાન તાકે છે.
ચીનની ધરતી ઉપર જ ચીન પર નિશાન તાકવા માટે ૫૬ ઈંચની છાતી મોદી ધરાવે છે. આ આજે તેમના ઉદબોધનમાં સાબિત થઈ જશે.
યજમાન દેશ ચીનના પ્રમુખ જિનપિંગે બ્રિકસ સમીટ શ‚ કરાવીને વિવિધ દેશના વડાઓને સંબોધન કર્યું હતુ જિનપિંગે કહ્યુંં હતુ કે-બ્રિકસના સભ્ય દેશોએ મતભેદોને અભેરાઈએ ચઢાવી દેવા જોઈએ. આમ કહીને તેમણે આડકતરી રીતે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ટોણો’ માર્યો હતો કે તમે તમારા પ્રવચનમાં ડોલામ વિવાદનો ઉલ્લેખ ન કરતા.
તેમણે આગળ કહ્યું હતુ કે- એક બીજાની મુશ્કેલીઓ સમજીને પરસ્પરનો વિશ્ર્વાસ વધારવા વ્યૂહાત્મક સંવાદ (રાઉન્ડ ધ ટેબલ ડાયલોગ્સ) કરવો જોઈએ.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના આજના ઉદબોધનમાં જિનપિંગના ‘ટોણા’નો શું જવાબ આપે છે તે જોવાનું રહે છે. કેમકે ડોકલામ સરહદે બંને દેશોએ સતત ૭૩ દિવસ સામસામે સૈનિકો તૈનાત કર્યા હતા. આ ઐતિહાસીક વિવાદ પછી બંને દેશના વડાની આ પહેલી ‚બ‚ મુલાકાત છે. ચીને ભારતને કહ્યું હતુ કે સમીટમાં ભારત, પાક. મુદો ન ઉઠાવતા.