કોંગ્રેસ પક્ષના નેતા દ્વારા કરવામાં આવેલા આક્ષેપ સામે પર્યાવરણ મંત્રીએ આપ્યો જવાબ
દેશભરમાં વિકાસના નામે વ્યાપક પ્રમાણમાં વૃક્ષછેદન કરાતા હોવાના કોંગ્રેસના નેતાઓના આક્ષેપ સામે પર્યાવરણમંત્રી પ્રકાશ જાવડેકરે દેશમાં મોદી રાજ હરિયાળી માટે સૌથી વધુ સાનુકુળ હોવાનો દાવો કરીને ૫ વર્ષમાં દેશનો વનવિસ્તાર ૧૫ હજાર ચોરસ કિ.મી. વધ્યો હોવાનું જણાવ્યું હતુ
પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતુ કે કોંગ્રેસના નેતાઓ વિકાસ પરિયોજનાઓમાં વૃક્ષોનું નિકંદ કાઢવામાં આવતા હોવાના આક્ષેપનો મુદો વારંવાર ઉઠાવે છે. પરંતુ ખરેખર મોદી રાજમાં પર્યાવરણની વિસ્તરણનું કામ ખૂબજ સારી રીતે થતુ હોવાનો દાવો કર્યો છે.
પ્રકાશ જાવેડકરે જણાવ્યું હતુ કે છેલ્લા પાંચ વર્ષમાં મોદી રાજમાં દેશમાં ૧૫ હજાર ચોરસ કીમીનો વનવિસ્તાર વધ્યો છે. મંત્રીએ કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજવાલાનાએ નિવેદન કે જેમા જણાવ્યું હતુ કે સરકારે દેશભરમાં વિકાસ પરિયોજનાઓનાં નામે એક કરોડ લીલા તોતીંગ વૃક્ષો કાપી નાંખવાની મંજૂરી આપીને ૧ કરોડ વૃક્ષોનો સોથ વાળી દીધો છે. કોંગ્રેસના પ્રવકતા પરિયોજનાઓના નામ જોગ અહેવાલમાં કઈ કઈ યોજનામાં કેટલા વૃક્ષો અહેવાલમાં કઈ કઈ યોજનામાં કેટલા વૃક્ષો કાપ્યા તેનો વિસ્તૃતઅહેવાલ રજૂ કર્યો હોવાના સવાલના જવાબમાં દેશમાં વનવિસ્તાર વધ્યો હોવાનું જણાવ્યું હતુ જાવેડકરે જણાવ્યું હતુ કે વિપક્ષને આંકડાની માયાજાળમાં અટવાયા વિના વાસ્તવિક પરિસ્થિતિનો સ્વીકાર કરવો જોઈએ.પર્યાવરણમંત્રી પ્રકાશ જાવેડકરે જણાવ્યું હતુ કે મોદી રાજમાં વૃક્ષોનું નિકંદન કાઢવાની વાતમાં એટલા માટે કંઈ વજુદ નથી કે છેલ્લા બે વર્ષમાં દેશના કુલ વન વિસ્તારમાં ૮ હજાર ચો.કી.મી.નો વધારો થયો છે. અને મોદી રાજના પાંચ વર્ષમાં દેશનો કુલ વનવિસ્તાર ૧૫૦૦૦ ચો.કીમી વધ્યો છે. વનવિસ્તરણની આ પરિસ્થિતિ અગાવની અને ખાસ કરી યુપીએ સરકારનાશાસન કરતા ખૂબજ સારી રીતે મોદી સરકારમાં પર્યાવરણ અને વનવિસ્તારની જાળવણી થઈ રહી છે. સુરજવાલાના આ આક્ષેપોમા માત્ર ઝાડવાઓનાં કટીંગની વાત કરવામાં આવી પરંતુ વનવિસ્તરણને ધ્યાને લેવામાં આવ્યું નથી. જાવેડકરે જણાવ્યું હતુ કે સુરજવાલાના આક્ષેપો અને મુદાઓમાં માત્ર રાજકીય દ્રષ્ટિકોણ દેખાય છે. હકિકતમાં મોદી રાજમાં ૫ વર્ષમાં દેશનું કુલ વનવિસ્તારમાં ૧૫૦૦૦ ચો.કી.મનો વધારો થયો છે.