ગુજરાતને રોલ મોડેલ બનાવવાનું મોદીજીનું તપ એળે ન જાય: ગોવિંદભાઈ પટેલ
જીવનના ૧૩-૧૩ વર્ષ સુધી પ્રત્યેક ક્ષણને ગુજરાતના વિકાસ માટે ખર્ચી નાખી સમગ્ર વિશ્વમાં વિકાસના નકશા પાર ગુજરાતને ગૌરવભેર પ્રસપિત કરનાર શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતને ફરી ગરીબીની ગર્તામાં ધકેલી દેવા કોંગ્રેસ જાતિવાદ, વંશવાદ , કોમવાદ, બદનામ કરવાની રાજનીતિ પાર ઉતરી આવી છે ત્યારે મોદીજીની ૧૩-૧૩ વર્ષની કઠોર તપશ્ચર્યા એળે ન જાય તે જોવાની રાજકોટ દક્ષિણના ભાજપના ઉમેદવાર અને પૂર્વ મંત્રી શ્રી ગોવિંદભાઇ પટેલે પ્રજાને અનુરોધ કર્યો હતો.
તેમને કહ્યું હતું કે ગુજરાતને ગૌરવ અપાવવા મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈએ જેવા અનેક કલંકોનો સામનો કર્યો તેમના પાર ઝીકવામાં આવેલા પથ્રોને સિદી બનાવી અને ગુજરાતને વૈશ્વિક નકશામાં મૂક્યું તેમના આ કાર્યને આગળ વધારવા ૯મી તારીખે “કમળનું બટન દબાવીને વિકાસ યજ્ઞમાં આપણે સૌ આહુતિ અર્પણ કરીએ.
નરેન્દ્રભાઈને અને ગુજરાતને બદનામ કરવાની રાષ્ટ્રીય ઝુંબેશ કોંગ્રેસ અને એના કહેવાતા બિનસાંપ્રદાયિક સાીઓએ ચલાવી હતી. પરંતુ નરેન્દ્રભાઈ નો એક જ મંત્ર હતો, ‘આપણું ગુજરાત,આગવું ગુજરાત’. રાજ્યમાં કાઈ પણ બને એ ખોટું, વિકાસની વાત કરવાના બદલે સતત ગાળો ભાંડવી આ જ વિપક્ષનું કામ. પણ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ આ બધું સહન કર્યું.
નર્મદાનીર ગુજરાતને ન જ આપવા એવી કેન્દ્રની કિન્નાખોરી સામે એ પોતાનો હોદ્દો અને પદ ભૂલીને ઉપવાસ પર બેઠા. ગુજરાતમાં પરપ્રાંતીય ગુંડાઓ પગપેસારો કર્યો તો એમને કાબુમાં લેવા જે કરવું પડ્યું એ કર્યું અને એમાંય વાંકદેખાઓએ એમના પર પસ્તાળ પાડી. પણ નરેન્દ્રભાઈ માટે ગુજરાતની શાંતિ અગ્રતા પર હતી.
ગોવિંદભાઈ પટેલે ઉમેર્યું કે ગુજરાતના ઉદ્યોગપતિઓ મહેનત કરતા, ટેક્સ આપતા પણ વિશ્વના અન્ય દેશોની નજર ગુજરાતપર ન પડતી. નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ સમીટ શરૂ કરી જગતભરના ઉદ્યોગ માંધાતા ગુજરાત આવ્યા.અબજોનું રોકાણ એમણે અહીં કર્યું. રોજગારીની તકો ઉભી ઇ. શાંતિ ,સલામતી,સમૃદ્ધિ ગુજરાતની ઓળખ બની. આ બધું ભવિષ્યની વિકાસની રાહના દૂરંદેશી એવા શ્રી નરેન્દ્રભાઈ એ કર્યું.
ગુજરાતને વિશ્વ પ્રવાસનના નકશા પર સન અપાવ્યું.કચ્છનું રણ અને સોમના દ્વારકા જેવા ર્તીોમાં યાત્રાળુઓ માટે સુવિધા ઉભી કરી. અરે એવા ક્યા મુખ્યમંત્રી હતા જેમણે કહ્યું હોય કે’ હું ભીખ માગું છું કે તમે તમારી દીકરીને ભણાવો. શિક્ષણનું સ્તર સુધરે એ માટે ગુણોત્સવ,પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો શરૂ કરાવ્યા. કર્મયોગી શિબિરો કરાવી.
ગુજરાતના ગામડે ગામડે પાણી અને વીજળી આપ્યા. આજે કોંગ્રેસ નવસર્જનના બણગાં ફૂંકે છે પણ એ તો ૧૩ વર્ષ નરેન્દ્રભાઈએ કર્યું જ છે. દોઢ દાયકાી કરફ્યુ એટલે શું એ કોઈને ખ્યાલ ની આવું ગુજરાત કોને આભારી છે?
નરેન્દ્રભાઈને હવે નોટબંધીને લીધે કેટલાકની દુકાનો બંધ ઇ એટલે એમને ફરી ભાંડવા લાગ્યા. શું આપણે નરેન્દ્રભાઈની આ મહેનત,આ ખેવના, આ ધગસ, એમનું આ સમર્પણ ભૂલી જઈશું ? ના, ભાજપને મત આપીને આપણે નરેન્દ્રભાઇ નું ઋણ ચુકવીશું. નરેન્દ્રભાઈ મોદી ગુજરાત અને દેશના વિકાસ માટે વર્ષોી યજ્ઞ માંડીને બેઠા છે એ હવનમાં હાડકા નાખનારા પણ ઓછા ની. આપણે ભાજ ને મત આપી, કમળના નિશાન પર અંગુઠો દબાવી આ વિકાસ યજ્ઞમાં આહુતિ આપવાની છે.