ચૂંટણી કાર્યક્રમની જાહેરાત બાદ વડાપ્રધાને મેરઠમાં વિપક્ષીઓ પર આકરા પ્રહારો કર્યા
લોકસભાની ચુંટણીના કાર્યક્રમની જાહેરાત બાદ પ્રથમ સભામાં વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ હટશે તો ગરીબી આપોઆપ દુર થઈ જશે. તેમણે મિશન શકિતની સફળતા અંગે જણાવ્યું હતું કે, આ ચોકીદારની સરકાર છે જેને જમીન, હવા અને અવકાશમાં પણ સર્જિકલ સ્ટ્રાઈકની હિંમત બતાવી છે. ૪ પેઢીથી કોંગ્રેસ પરીવાર ગરીબી હટાવવાના સુત્ર પર લાભ લણી રહી છે.
૪ પેઢીથી કોંગ્રેસ પરીવાર ગરીબી હટાવવાના સુત્ર પર લાભ લણી રહી છે. આ પરીવારનો સતત વિકાસ થયો છે પરંતુ ગરીબ હંમેશા ગરીબ જ રહ્યા છે. ૭૨ વર્ષમાં કોંગ્રેસે દેશના ગરીબોને પછાત જ રાખ્યા છે પરંતુ એક ખાતરી એ પણ આપું છું કે, તમારો ચોકીદાર તમારી રક્ષા કરશે. તમારો વડાપ્રધાન હકિકતમાં ગરીબીને દેશમાંથી જાકારો આપશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરઠની જાહેર સભામાં જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારના રોજ સપા, બસપા અને રાષ્ટ્રીય લોકદળના ગઠબંધનને આડે હાથ લીધા હતા અને ગઠબંધનને શરાબ સાથે સરખાવી જણાવ્યું હતું કે, સમાજવાદીનો શરૂ રાષ્ટ્રીય લોકદળનો રા અને બહુજન સમાજ પાર્ટીનો બ લઈને જુઓ તો તમે શું મેળવવાનો છે. તમારા સારા આરોગ્ય માટે તમારી જાતને શરાબથી દુર ન રાખવી જોઈએ ! તેમને ઉમેર્યું હતું કે, બહેનજી બે દાયકાઓથી વિપક્ષના નેતાઓને જેલમાં મોકલવા માટે મહેનત કરી રહ્યા છે અને તેમને સેનાની સાથે હાથ મિલાવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાગઠબંધનનું મહામિલાવટને પાકિસ્તાનના બનાવી હરીફાઈ ઉતર્યા હોવાનું જણાવ્યું હતું તે બધા પાકિસ્તાની માધ્યમોના હિમાયતી અને તેઓના કાર્યમાં તાળીઓ વગાડે છે. બાલાકોટ સ્ટ્રાઈકના પુરાવા માટે વિપક્ષની માંગણી અંગે વડાપ્રધાનને જણાવ્યું હતું કે, વિપક્ષી કયાં આધાર પર હિન હરકત અંગે સર્જિકલ સ્ટ્રાઈક કે જે આતંકીઓ માટેનો મુહતોડ જવાબ ભારતના દેશના દેશવાસીઓએ આપ્યો હતો. તેનો કયો દાવો વિપક્ષને જોઈએ છે તે પણ મુખ્ય પ્રશ્ર્ન ઉદભવિત થઈ રહ્યો છે.