લવરમુછીયા જે ખોટે ખોટી મુંછે તાવ દઈને મોભી થયા હતા તેઓનું મોદી સુનામીમાં પાણી મપાઈ ગયુ

“મોદી હૈ તો મુમકિન હૈ  તે સૂત્ર સૂત્ર જનહોતું પણ લોકલાગણી હતી, લોક વિશ્વાસનો પડઘો હતો અને તેના ફલસ્વરૂપે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીમાં પહાડી વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તે લોકસભાની ચૂંટણીના પરિણામો પરથી ફલિત થાય છે. તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.

તેઓએ ઉમેર્યું હતું કે,  છવીસે છવીસે બેઠકો જીતીને ભારતીય જનતા પાર્ટીએે સતત બીજીવાર સુવણ જર્ડિત ઈતિહાસ તો રચ્યો છે, પણ સાથે સાથેકોં ગ્રેસનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો છે.ખૂણે ખાંચરેથી વાળીચોળીને ગુજરાતમાંથી વર્ગ-વિગ્રહવાદી વંશવાદી, તકવાદી, ભ્રષ્ટાચારી, તુષ્ટિકરણવાદી કચરો વાળીને કોંગ્રેસનો અસ્તાચળ આપી દીધો છે.

એક બાજુ મોદીજી પ્રત્યેનો પ્રેમનો વિશ્વાસ, શ્રદ્ધા અને બીજી તરફ વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલતા, પારદર્શિતા, નિર્ણાયકતા અને ભ્રષ્ટાચાર વિહિન વહીવટના ચાર સિદ્ધાંતો પર થયેલા વિકાસકાર્યોને કારણે ગુજરાતમાં અદભુત જનાદેશ મળ્યો છે. ૨૬માંથી ૨૬ લોકસભાની બેઠકો સાથે સાથે ભારતીય જનતા પાર્ટીને ૧૭૩ વિધાનસભા મત ક્ષેત્રોમાંથી ગણ માન્ય સરસાઈ પ્રાપ્ત થઈ છે. ૧૮૨ માંથી ૧૭૩ બેઠકો પરની આ સરસાઈ બતાવે છે કે લોકોને ભાજપના સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસની વણાયેલી નીતિનો અહેસાસ થયો છે. લોકોને મોદીજીના મન, વચન અને કર્મમાં શ્રદ્ધા રહી છે. છેલ્લા ૨૫ વર્ષોની રાજ્યની ભાજપા સરકારે અને પાંચ વર્ષથી કેન્દ્રમાં ભાજપા સરકારે ગરીબો માટે છેવાડાના માનવી માટેના કલ્યાણની વિકાસની ખેવના કરી છે.

૨૦૧૬ થીજ્ઞાતિવાદી, અલગતાવાદી પરિબળોની ત્રણ ગાડીઓમાં કોંગ્રેસ ેઈંધણ પૂરું પાડીને સમગ્ર ગુજરાતમાં બે ત્રણ ‘કુકરીઓ ગાંડી’ કરી હતી, અને સમાજ જીવનનો પોતાના સ્વાર્થી સત્તા લોલુપતા ખાતર છિન્ન ભિન્ન કરવાનો નિષ્ફળ પ્રયાસ આદર્યો હતો તેને આ ચૂંટણીમાં પ્રજાએ જડબાતોડ જવાબ આપીને ૧૭૩ બેઠકો પર લીડ અપાવી છે, આ ૧૭૩બેઠકોમાંથી ૧૪ બેઠકો પર તો ભાજપાને એક લાખથી વધુ મતોની લીડ છે. અને બહુ ગાજતા હતા તેવા નેતાઓના ધારાસભા ક્ષેત્રોમાં પણ રૂઆબદાર સરસાઈ મેળવી છે. આપણે ત્યાં રૂઢિપ્રયોગ છે. બારે મેઘખાંગા થયા પ્રચંડ વોટના બારે મેઘ ખાંગા થયા અને કોંગ્રેસના મૂળિયા ઉખેડી નાખ્યા.

આ નમો સુનામીના કારણે છેલ્લા થોડા સમયથી ગુજરાતના જાહેર જીવનમાં, રાજકીય મંચ પર જે મૂછો વગરના લવરમૂછિયા ખોટે ખોટી મૂછે તાવ દઈને મોભી થઈને ભટકતા થયા હતા તેમનું પાણી મપાઈ ગયું છે. ગુજરાત કે દેશ જ્ઞાતિવાદ, પ્રાંતવાદ, ધાર્મિક અલગાવવાદને સ્વીકાર્યા નથી, તે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા ઉપરાંત ઉત્તરપ્રદેશ, બિહારના છપ્પરફાડ પરિણામો પરથી સ્માર્ટ નિર્દેશ મળ્યો છે.

મતદારો લોકોને  પોતાની  જાગીર સમજતાં પરિવારવાદીઓના હાલ કેવા થયા છે તેમ હારાષ્ટ્રનું મરાઠાવાડા હોય કે મધ્યપ્રદેશનું મહાકૌશલ હોય કે, કર્ણાટક હોય સૌનું ગુમાન ચૂરચૂર થઈ ગયું છે.આજ નૂતન ભારત યુગસોળે કળાએ ખીલી ઊઠ્યો છે. એક એવા ભારતનું નિર્માણ જ્યાં નામદાર નહીં કામદારના બોલ ઝીલ્યા હોય-જ્યાં આંગળીના વેઢે ગણાતા પરિવારોની આન નહીં પણ ૧૩૦ કરોડ ભારતવાસીઓની શાન પ્રવર્તતી હોય તેવા નવભારતને વધાવીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.