‘મોદી હૈ તો મુમકીન હૈ’ વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાનું 1-0 મોદી સરકારે સંકલ્પ લીધો ત્યારે આત્મવિશ્વાસ અતિરેક જેવા લાગતા આ સંકલ્પને ફળીભૂત કરવાની પ્રચંડ મહેનતમાં મોદી સરકારે મન હોય તો માળવે જવાયની ઉક્તિ પરિણામલક્ષી સિધ્ધ કરી બતાવી હોય તેમ 20 વર્ષમાં જે લક્ષ્ય સાધવાના અશક્ય હોય તે મોદી સરકારે 2 વર્ષમાં જ કરી બતાવી, સપના જોવે એના પુરા થાય… કહેવત યથાર્થ ઠેરવી દીધી છે.
મોદી સરકારના શાસનના 7 વર્ષમાં રાજકીય, આર્થિક અને રાષ્ટ્રીય ધોરણે જે કામ 20 નહીં પણ 70 વર્ષમાં ન થાય તે સરકારે 2 વર્ષમાં જ કરી બતાવ્યા છે. મહામારીમાં અર્થતંત્રને ધબકતું રાખવા અને આફતમાંથી રાષ્ટ્રને ઉગારવા માટે સરકારના ઐતિહાસિક નિર્ણયો આરોગ્યની જાળવણી સાથે, શિક્ષણ, અર્થ વ્યવસ્થા, બેન્કિંગ, નાના ઉદ્યોગોને પ્રાણવાયુ પૂરું પાડવા જેવી લોન, વ્યાજ માફીની સાથે સાથે કોરોનામાં અનાથ થયેલા બાળકોના શિક્ષણની જવાબદારી સરકારના શિરે લેવાથી લઈને નીતિ વિષયક કામગીરી કરી કોરોનાના કહેરને ભલભલા દેશને પાછળ ધકેલી દીધા હતા ત્યારે ભારતની અર્થવ્યવસ્થા માત્ર સ્થિર ઉભા રહેવા જ નહીં. વિકાસ માટે પણ સક્ષમ પુરવાર થઈ રહી છે.
રાજદ્વારી રીતે બોલ્યુ પાળી બતાવવામાં મુસ્લિમ મહિલાઓની જીવતે આફત જેવી ત્રિપલ તલાકના દુષણ નાબૂદી માટે કાયદાનું કવચ, કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદીથી એક કાંકરે અનેક નિશાન વિંધીયા હોય તેમ કાશ્મીરની સ્વાયતતાનો અવરોધ દૂર કરીને પૃથ્વીના સ્વર્ગ સમાન રાજ્યને દેશના મુખ્ય પ્રવાહમાં ભેળવ્યાની સાથે જ લહ અને લદ્દાખને કેન્દ્ર શાસીત પ્રદેશ જાહેર કરીને બન્ને પ્રદેશોનું સુરક્ષા કવચ સંગીન બનાવીને શત્રુ રાષ્ટ્રોના ડોળાને કાયમી મોતિયા કરાવી દીધા જેવી સરકારની કુનેહપૂર્વકની કામગીરી. અયોધ્યા વિવાદમાં સુખદ અંત લાવવાની સરકારની કામગીરી બાદ બીજી ઈનિંગમાં મહામારીના પડકારજનક સમયમાં સામાજીક અને આર્થિક બન્ને પાસા પર સરકારના સંપૂર્ણપણે અંકુશ સહિતની કામગીરીની સાથે સાથે અર્થતંત્રને 5 ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાનું વડાપ્રધાન મોદીએ જોયેલુ સપનું હકિકત બને તે માટે કહેવાઈ રહેલા એક બાદ એક આર્થિક પગલાઓમાં અર્થતંત્રને 5 ટ્રીલીયન ડોલરનું કદ આપવાનું લક્ષ્યાંક સમયથી વહેલુ આવી જાય અને દૂર દેખાતું આ લક્ષ્ય હવે નજીકથી દેખાઈ રહ્યું છે.
કૃષિ ક્ષેત્રના વિકાસ માટે નવા કૃષિ કાયદાઓ નિકાસ ક્ષેત્રની અવેજીમાં ઘરેલું ઉત્પાદન વધારીને વિદેશી હુંડીયામણનો બચાવ કરવાનું લક્ષ્ય અર્થતંત્રને અંદરથી મજબૂત કરી રહ્યું છે. કૃષિ ઉત્પાદનમાં વધારો કરવા માટે ટેકનોલોજી, સ્કીલ ડેવલોપમેન્ટ અને કૃષિ સંલગ્ન ક્ષેત્રોના વિકાસ માટે તબક્કાવાર આયોજનમાં કૃષિ જણસની નાશવંત ટકાવારીમાં ઘટાડો કરવા માટે ખેડૂતોની વેંચાણ વ્યવસ્થાથી લઈ ફ્રૂડ પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રીઝ અને કોલ્ડ સ્ટોરેજની ચેઈનની ઉપલબ્ધીથી લઈ નાશવંત જણસની ટકાવારી ઘટાડવા સરકારના પ્રયાસોએ સારી એવી સફળતા મળી છે.
કોરોનાની વૈશ્ર્વિમ મહામારીમાં આર્થિક સક્ષમ દેશોને પણ ફટકો પડ્યો છે ત્યારે મંદીના આ દૌરમાં ભારતમાં મહામારીની મંદી અસર કરી નથી. ભારતનું અર્થતંત્ર અત્યારે માતબર ગણાય છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં તો આવક કરતા 109 ટકા જેટલી ખાદ્યની સમસ્યા ઉભી થઈ છે. તેવા સંજોગોમાં ભારતમાં અર્થતંત્રની સ્થિતિ સધ્ધર છે. સરકાર એક બાદ એક આર્થિક ઉદારીકરણના પગલા ભરી રહી છે. કોરોનામાં અનાથ થયેલા બાળકોના શિક્ષણની જવાબદારી નાના ઉદ્યોગો માટે લોન પુન: ગઠન અને જામીન વગરની લોનથી આરબીઆઈના વ્યાજદરમાં પણ ઘટાડા સુધીના ઉદારવાદી પગલા અને દેશના મક્કમ આર્થિક વિકાસના આ પરિણામ વિષે એટલું જ કહીં શકાય કે મોદી હૈ તો મુમકીન હૈ…