- વિદેશી નાણાકીય સંસ્થાઓનો રોલ મહત્વનો રહેશે: પ્રાઇમરી માર્કેટમાં પણ ગતિવિધિ ધીમી પડશે
Business News
લોકસભાની ચૂંટણી ખૂબ જ નજીક આવી ગઈ છે. જેને લઈને બજારમાં આવનારા ત્રણ મહિના ખૂબ જ મહત્વના બની રહેશે. બજારમાં મોટી અફડા તફડી વધઘટ જોવા મળી શકે છે. છેલ્લા બે મહિનાથી વિદેશી નાણાકીય સંસ્થાઓ શેરબજારમાં વેચવાલ છે. છેલ્લા બે મહિનામાં જ ફક્ત 52,000 કરોડના શેરો વિદેશી નાણાકીય સંસ્થાઓએ શેરબજારમાં વેચ્યા છે. બીજી બાજુ ભારતીય નાણાકીય સંસ્થાઓએ 52,000 કરોડના શેરોની ખરીદી કરી છે. આમ,વિદેશી નાણાકીય સંસ્થાઓ શેરો વેચી રહી છે જ્યારે ભારતીય નાણાકીય સંસ્થાઓ ખરીદી કરી રહી છે. બંનેના સામસામા રાહ છે
ચૂંટણીની પ્રક્રિયા પૂરી થયા પછી પૂર્ણ બજેટ પણ આવશે. નવી સરકાર અગત્યની જાહેરાતો પણ કરશે ત્યારે પણ બજારમાં મોટી વધઘટ આવી શકે છે.
આવનારા દિવસોમાં વ્યાજદરોમાં પણ જો કોઈ મોટો ફેરફાર આવે તો તે પણ બજારને અસર કરશે.2024 માં અન્ય ઘણા દેશોમાં પણ ચૂંટણીઓ આવી રહી છે. જેની અસર પણ ભારતના શેરબજાર પર જોવા મળશે.હાલમાં મ્યુચ્યુઅલ ફંડમાં મોટું રોકાણ આવી રહ્યું છે જેને લઈને બજારમાં મોટા પ્રમાણમાં નાણા ઠલવાય રહ્યા છે.નાણાકીય વર્ષ 2024 ના છેલ્લા ક્વાર્ટરના પરિણામો પણ એપ્રિલ મહિનામાં જાહેર થશે. મેં મહિનામાં ચૂંટણીના પરિણામો જાહેર થશે આને લઈને આવનારા દિવસો શેર બજાર માટે ખૂબ જ મહત્વના સાબિત થશે.રોકાણકારોએ સાવચેતીનો સૂર રાખી રોકડ ઉપર બેસવાની જરૂર છે. મોટો ઘટાડો આવે તો ત્યારે ખરીદી કરી શકાય અને ઉછાળો આવે તો પોતાની પાસે રહ્યા શેરો વેચીને નફો મેળવી શકાય.