ગુજરાતના પાંચ લાખ લોકો આ ઉદ્યોગ સાથે જોડાયેલા: ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કર્યુ હતુ જેમાં ભારતમાં શીપ મર્ચન્ટ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે મહત્વની જાહેરાત
કેન્દ્રીય નાણામંત્રી સીતારામણે વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કર્યુ હતુ જેમાં ભારતમાં શીપ મર્ચન્ટ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે શઆતમાં ૧૬૫૪ કરોડ આપવામાં આવ્યા હતા. આ સિવાય પણ ગુજરાતમાં હાલમાં કાર્યરત પ્લાન્ટ દ્વારા શિપર રિસાયલીંગના કામ માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે.
રક્ષામંત્રાલયનું ૭૫ વર્ષ જુનુ યુદ્દ જહાજ ઈંગજ વિરાટ હાલ ગુજરાતમાં અલંગ ખાતે રિસાઈકલિંગ કરીને તોડવામાં આવી રહ્યુ છે. આ શીપબ્રોકિંગ યાર્ડના આ ધંધાને કારણે અલંગ દેશ વિદેશમાં જાણીતુ બન્યુ છે. અને તેને આગવી ઓળખ પણ મળી છે.
અલંગ શીપ બ્રોકિંગ યાર્ડના આ ઉદ્યોગ સાથે ગુજરાતના ૫ લાખથી વધુ લોકો જોડાએલા છે. ૧૯૮૩માં પહેલીવાર અલંગના દરિયે જહાજને તોડવાનું કામ શ કરવામાં આવ્યું હતુ. ભાવનગરનો આ ઉદ્યોગ સૌથી મોટો ઉદ્યોગ જાહેર કરવામાં આવ્યો છે. જો કે આ જહાજ ભાંગવાના ઉદ્યોગોમાં પ્રદૂષણ, સેફ્ટી વગેરે વિભાગોની મંજૂરી લેવી પડે છે.
સોથી પહેલા જહાજમાંથી ઈંધણ કાઢી લેવામાં આવે છે. પર્યાવરણને પ્રદૂષિત કરનારા પદાર્થ અને ધાતુને અલગ અલગ કરવામાં આવે છે તે બાદ જ શિપને તોડવાની મંજૂરી આપવામાં આવે છે. દ. ભારત, ઉત્તર ભારપત સહિત ઘણા રાજ્યોમાં અલંગથી ફર્નિચર, લોખઁડ અને ઈલેક્ટ્રોનીક આઈટમ પણ મોકલવામાં આવે છે. રાજસ્થાનમાં ફ્રર્નિચર વેચવામાં આવે છે જ્યારે પંજાબમાં લોખંડ વેચવામાં આવે છે.