સવારે ૧૧.૦૦ કલાકે નવા મંત્રીઓ પદભાર સંભાળશે: રાષ્ટ્રપતિ ભવન ખાતેથી થશે વિધિવત જાહેરાત
મોદીસ સરકાર દ્વારા નવા મંત્રમંડળની જાહેરાત આવતીકાલે સવારે ૧૦ કલાકે કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન ખાતે વિધિવત જાહેરાત થશે. જેમાં કેટલાક મંત્રીઓની જવાબદારી બદલાઇ શકે છે. જળસ્ત્રોત મંત્રી ઉમા ભારતી પડતા મુકાય તેમ લાગતું નથી અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીને વધારાનો રેલવે મંત્રાલયનો ચાર્જ સોંપાશે તેવી સંભાવના છે. વધુ કયાં મંત્રીઓની જવાબદારી પર કાતર ફરશે તો કોને મળશે નવો ચાર્જ તે જોવું રહ્યું.આ ઘટનાના પગલે કેટલાક મંત્રીઓ જશે કેટલાક ઉમેરાશે તો કેટલાક રાજીનામા આપશે તેમ સંભાવનાની વચ્ચે ગઇકાલે મજુર મંત્રાલયનો સ્વતંત્ર પદભાર સંભાળી રહેલા બંદ‚ દતાત્રેય પણ રાજીનામુ આપ્યું હતું. જે સ્વીકારી લેવામાં આવ્યું હતું. કેબીનેટના ચાર્જ નકકી કરવા માટે દેશના સીનીયર મંત્રીઓ રાજનાથસિંહ, સુષ્મા સ્વરાજ, અ‚ણ જેટલી અને ગડકરી દ્વારા રાજનાથસિંહના ઘરે ખાસ બેઠક મળી હતી. કેબીનેટની રચના માટે તેમની ભૂમિકા મહત્વની બની રહેશે. ટોચના બીજ ેપી નેતાઓ દ્વારા સ્થાનિક અને આગામી એસેમ્બાથી ચુંટણી બન્ને માટેની મંત્રીઓની કામગીરી ઘ્યાને લેવામાં આવશે.આ ઉપરાંત અન્ય મંત્રીઓ રાજીવ રેડ્ડી, સંજીવ બાલયન, ફાગનસિંહ કલાસ્તે, કલરાજ મિશ્રા અને મહેન્દ્ર પાંડે સહીતના નેતાઓ રાજીનામા આપી ચુકયા છે. મહેન્દ્ર પાંડેએ હાલ ઉત્તરપ્રદેશના ભાજપના વડાનો પદભાર સંભાવી રહ્યા છે. જેની જાહેરાત તાજેતરમાં જ કરવામાં આવી હતી.ઉમા ભારતીએ પણ પોતાનું રાજીનામું રજુ આપવા તૈયાર છે. પરંતુ અમિત શાહ દ્વારા તેમનો સ્વીકાર ન કરાતા તેમનો મંત્રીમંડળનો ચાર્જ બદલવામાં આવશે તેમ લાગી રહ્યું છે.સુત્રો જણાવી રહ્યા છે કે ગડકરીને રેલવે મંત્રાલય સોંપવામાં આવે તેવું લાગી રહ્યું છે. પરંતુ તેમનો જુનો ચાર્જ ચાલુ જ રહેશે. રેલમંત્રી સુરેશ પ્રભુ દ્વારા તાજેતરની ટ્રેન દુર્ધટનાને પગલે રાજીનામાની ઓફર કરવામાં આવી હતી. ત્યારે હજુ તેને સ્વીકારવામાં આવ્યો નથી. મોદી સરકારના મંત્રીઓના ત્રણ વર્ષના કાર્યકાળ પૂર્ણ થયા છે. ત્યારે તેમણે ડઝન જેટલા મંત્રીઓએ હજુ પણ મહત્વની કામગીરી લાક્ષ્યાંકથી પ્રમાણે કરી નથી.આ કેબીનેટની પુન:રચનામાં જે મંત્રીઓએ યોગ્ય કામગીરી કરી નથી તેમને ૨૦૧૯ની ચુંટણીને ઘ્યાનમાં લઇને દુર કરાશે તેમ લાગી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદી ચાઇના શિખર મંત્રણા માટે રવાના થશે તે પહેલા જ તેઓ નવામંત્રી મંડળની રાષ્ટ્રપતિ ભવન ખાતેથી વિધિવત જાહેરાત કરશે. સુત્રો જણાવે છે કે ૧૪-૧૫ નવા મંત્રીઓ ઉમેરાશે જયારે ૭-૮ ને દુર કરવામાં આવશે. હિમાચલ, ગુજરાત, કર્ણાટક, મઘ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં રાજયસભાની ચુંટણી માટે પણ મહત્વની કામગીરી કરનાર મંત્રીઓના યોગદાનને ઘ્યાનમાં લેવામાં આવશે. કેટલાક રાજયોમાં હજુ રાજયસભાની ચુંટણી બાકી છે તે આ વર્ષના અંત અથવા ૨૦૧૮ની શ‚આતમાં જ પુર્ણ થઇ જશે.મંત્રીમંડળમાં નવા ઉમેરાય તેવા સંભવિત ટીમ મોદીમાં સુરેશ અંગાડી, શોભા કરાન્ડલાજે, પ્રહલાદ જોશી (કર્ણાટક) સત્યપાલ સિંહ (યુપી) પ્રહલાદ પટેલ (એમપી) વિનય સહારસરા બુઘ્ધે (મહારાષ્ટ્ર), હિમાન્તા બિસ્વા શર્મા (આસામ) મહેશ ગીરી (દિલ્હી), અનુરાગ ઠાકુર (હિમાલય પ્રદેશ) ભુપેન્દ્ર યાદવ (રાજસ્થાન) જેડીયુના આરસીપી સિંઘ અને સંતોષ કુશ્વાહા પણ ચકકર લગાવી રહ્યા છે.