કૃષિ વિષયક આપત્તી, બેરોજગારી, રાષ્ટ્રીય સુરક્ષા ભયગ્રસ્ત, અર્થતંત્રમાં ઉલટ-પલટ અને દલિતો મહિલા પર થતા અત્યાચાર મુદે કર્યા આક્ષેપો
રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રની ભાજપ સરકારના ૪ વર્ષ પૂરા થતા વિશ્ર્વાસઘાત દિવસ તરીકે મનાવવામાં આવ્યો જે અંતર્ગત આજરોજ રાજકોટની સીલ્વર પેલેસ હોટલ ખાતે કોંગ્રેસ રાજયસભાના સભ્ય અમી યાજ્ઞીક દ્વારા પત્રકાર પરિષદ યોજી મોદી સરકાર પર જુદાજુદા વિષયો પર પ્રહાર કરવામાં આવ્યા હતા. આ પત્રકાર પરિષદમાં રાજય સભાનાં સાંસદ અમીબેન યાજ્ઞીક, રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત, રાજકોટ મ્યુ. કોર્પોરેશન કોંગ્રેસ પક્ષ વશરામ સાગઠીયા, રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા અને રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ અર્જુનભાઈ ખાટરીયા ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર પરિષદ સંબોધતા અમીબેન યાજ્ઞીકે જણાવ્યું હતુકે, મોદી સરકારના ૪ વર્ષનાં તેમના ગેરવહીવટ દરમ્યાન કૃષિ વિષયક ખેડુત તીવ્ર વિરોધી નીતિ અમલમાં રહી છે. વડાપ્રધાન મોદીએ ભારતનાં ખેડુતોને ખેતી ઉત્પાદન માટેની કિંમત ૫૦ ટકા નફાની નાણાંકીય સહાયથી લઘુતમ ટેકાના ભાવ નકકી કરવાનું વચન આપેલું હતુ છેલ્લા ૪ વર્ષમાં આ લઘુતમ ટેકાના ભાવ ૫૦ ટકા નફો કોઈ એક પણ ખેતીના પાક માટે આપેલ નથી.
યુ.પી.એ. કોંગ્રેસ સરકારમાં કૃષિ વિષયક વિકાસદર ૪.૨% હતો જે શ્રી મોદી શાસનમાં નીચામાં નીચે ૧.૭% પહોચી ગયો છે. કૃષિ વિષયક નિકાસ ઘટી છે. અને આયાત વધી છે. જેથી ખેડુતોને બેઘણો માર પાડે છે. સમગ્રતયા મોદી સરકારે ખેડુતોને નિરાશ જ કર્યા છે.વડાપ્રધાન મોદીએ દર વર્ષે ૨ કરોડ નોકરીઓનું સર્જન કરવાનું વચન આપ્યું હતુ છેલ્લા ૪ વર્ષમાં મોદી સરકારે ૮ કરોડ જગ્યાઓનું સર્જન કરવું જોઈતુંહતુ લેબર બ્યુરો દ્વારા ઉપલબ્ધ આકડા જોતા ૮ લશખ નવી નોકરીઓ પણ સર્જાઈ નથી. નોટબંધીને લીધે ૧૫ લાખ નોકરીઓ ગુમાવવામાં આવી છે. ક્ષતિયુકત જી.એસ.ટી.ને લીધે આર્થિક પ્રવૃત્તિઓમાં મંદી આવી છે. અર્થતંત્રની ઉલટપલટ ગતિને લીધે વધારાની નોકરીઓની તક નષ્ટ થઈ છે. સમગ્રતયા યુવાનો માટે ભારત ભયંકર નોકરીની કટોકટીનો સામનો કરી રહ્યું છે. પરંતુ દ્રષ્ટિહીન મોદી સરકાર પાસે આ નિરાકરણ માટે કોઈ ઉપાય નથી.
પાકિસ્તાન અને ચીન જેવા પડોશીઓ સામે લોખંડી હાથથી અને ૫૬ ઈંચની છાતી સાથે મજબુત વિદેશ નીતિના વચનો સાથે મોદી સરકાર સતામાં આવી પરંતુ વાસ્તવિકતા તદન અલગ જ હતી. ભાજપ પાસે પાકિસ્તાન અંગેની કોઈ નીતિ નથી. આતંકવાદીઓનાં વિવિધ હુમલાઓમાં જમ્મુ-કાશ્મીરમાં ૩૭૧ જવાનો શહીદ થયા છે. મે ૨૦૧૪ થી સીમા પર ૩૦૮૦ થી વધુ યુધ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે.બીજી બાજુ ભારતના સૈન્યના પડાવથી ૧૦ કી.મી.દૂર આવેલા ડોકલામનો કબજો મેળવી ચીને લશ્કરી સંકુલ ઉભું કરેલ છે. દક્ષિણ ડોકલામ પાસે ચીકનનેક જે સીલગુરી કોરીડોર રચે છે. ત્યાં ડોકલામ પાસે રોડ બાંધી દીધો છે. કોઈપણ ચર્ચાના મુદા વગર વડાપ્રધાનની ચીનની મુલાકાત લીધી પરંતુ વડાપ્રધાને રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભે કોઈપણ જાહેરાત કરી નથી.દલિતો આદિવાસીઓ, લઘુમતીઓ, મહિલાઓ ઉપરનાં અત્યાચારોનું પ્રમાણ સૌથી વધારે બની રહ્યું છે. ‘કથુઆ’ (જમ્મુ-કાશ્મીર) અને ‘ઉન્નાવ’ (યુ.પી.)એ તાજેતરમાં બે દ્રષ્ટાંતો છે. જે બનાવી આપે છે કે ભાજપના નેતાઓ મહિલાઓનાં ગૌરવનું રક્ષણ કરવાને બદલે આરોપીઓને બચાવી રહ્યા છે.
ગુજરાતનાં ઉના ખાતે દલિતો ઉપર કોરડા વીંઝવા, રાજસ્થાનમાં ડેલ્ટા મેધ્વાલનું ખૂન, રોહિત વેમુલ્લાને બળજબરીના લીધે કરવી પડી આત્મહત્યા અને મધ્યપ્રદેશમાં સરકારી નોકરી માટે અરજી કરતા ઉમેદવારોની છાતી ઉપર અનુસુચિત જાતી અનુસુચિત જનજાતી શબ્દોના લખાણ કરવા તે મધ્યપ્રદેશની સરકાર દલિતો ઉપર કેવા પ્રકારનાં અત્યાચાર આચરે છે તેના ઉદાહરણો છે.
અનુસુચિત જાતી જનજાતી અત્યાચાર નિવારણ કાયદો જાણે ખરેખર રદ કરવામં આવ્યો તે ગરીબોનાં રક્ષણમાં નિષ્ફળ ગયેલીમોદી સરકારનું છેલ્લુ ઉદાહરણ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com