કેરળના નાણામંત્રી થોમસ આઈઝેકે ખેડુત પેન્શન યોજનાની વિવિધ જોગવાઈઓ મુદે આક્ષેપો કર્યા
દેમાં ખેડુતોની આવક બમણી કરવા અને ખેડુતોને પગભર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે ખેડુતો માટે બનાવેલી અને અમલમાં મૂકેલી આર્થિક સહાયની યોજનાઓ ચોમરે પ્રશંસા થઈ રહી છે. ત્યારે કેરળના નાણા મંત્રી અને સીપીએમ નેતા થોમસ આઈઝેકે મોદી સરકાર દ્વારા જાહેર કરવામા આવેલી ખેડુતોની પેન્શન આપવાની યોજના હંબગ બેબુનીયાદી અને ખોટી હોવાનું જણાવ્યું હતુ ખેડુતો ૧૮ વર્ષથી ૪૦ વર્ષ સુધી ખેતી કાર્યમાં જોતરાયેલા રહેલા હોઈ તેઓને આ યોજનાનો લાભ આપવાની જોગવાઈ છે. આ યોજના એટલા માટે બનાવટી લાગે કે તમારે આ યોજનામાં ૧૮ થી ૪૦ વર્ષ દરમિયાન જોડાવવાનું હોય છે. જો તમે આ યોજનામાં જોડાઈ જાવ અને પ્રિમીયમ ભરતા રહી આ યોજનામાં જોડાયેલા રહો ત્યાં સુધી જોડાયેલા રહો તો ૬૦ વર્ષ પછી પેન્શન મળવાનું શરૂ થાય આ યોજનાનું ખંડન કરતા તેમણે અખીલ ભારતીય કિશાન સંબોધનમાં જણાવ્યું હતુ કે તેમના મતે આ યોજના ખેડુતો પાસેથી પેન્શનના નામે પૈસા ઉઘરાવાની યોજના ગણાવી છે. કેરળ સરકાર આમ પણ વરિષ્ઠ નાગરીકો અને ખેડુતોને માટે પૈસા ખર્ચે છે.
કેરલ સરકારે વાયનાડના વિકાસ માટે વિવિધ યોજનાઓ કોફીના ઉત્પાદનના વેચાણની પ્રવૃત્તિમાં પ્રોત્સાહનની પ્રવૃત્તિ અંગે વિસ્તૃત છણાવટ યોજના સાથે પેન્શનને યોજનાને હંબક ગણાવી હતી કેમકે ૧૮ થી ૪૦ વર્ષ સુધી ખેડુતોની પેન્શન યોજનામાં પૈસા ભર્યા બાદ પેન્શનની જોગવાઈને ખેડુતો પાસેથી નાણા ખંખરવાની યોજના ગણાવી હતી.