રૂપિયા 57,613 કરોડના વિકાસ કામોને લીલી ઝંડી : ઈલેક્ટ્રીક બસની સાથોસાથ નવી રેલવે લાઇન અને વિશ્વકર્મા યોજના હેઠળ કામદારોને અપાશે આર્થિક લાભ

દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત કરવા સરકાર અનેકવિધ પગલાંઓ લઈ રહ્યું છે ત્યારે વિકાસની ગતિ પકડવા મોદી સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુને વધુ પ્રાધાન્ય આપ્યું છે અને મોટું પગલું પણ ભર્યું છે જેમાં 169 શહેરોમાંથી 100 શહેરોને 10,000 ઈલેક્ટ્રીક બસ આપવામાં આવશે બીજી તરફ 32,500 કરોડ રૂપિયાના ખર્ચે 200339 કિલોમીટરની નવુ રેલવે નેટવર્ક પણ ઉભું કરાશે. સાથોસાથ આગામી પાંચ વર્ષ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરોને 13,000 કરોડ રૂપિયાની આર્થિક સહાય પણ ચૂકવવામાં આવશે જેથી તેઓ પણ સધ્ધર બની શકે અને આ સ્કીમ 17 સપ્ટેમ્બરના રોજ શરૂ થશે. વાત સામે આવી રહી છે તે એ છે કે સરકાર વધુને વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને વેગવંતુ બનાવવા માટે મહેનત કરી રહી છે.

કેન્દ્રીય કેબિનેટ દ્વારા સાત જેટલા મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. રૂ. 32,500 કરોડના આ સાત પ્રોજેક્ટમાં ગુજરાતમાં એક પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં સૌપ્રથમ વાર ફોર લાઈન ટ્રેક બનાવવામાં આવશે. કચ્છના સામખયાળીથી ગાંધીધામ સુધી રૂ. 1571 કરોડના ખર્ચે ચાર લાઈન ટ્રેક નાખવામાં આવશે. ફોર લાઇન ટ્રેક થવાથી ગુજરાતના બંદરોનો સર્વાંગી વિકાસ થશે અને ઝડપથી માલસામાન અને પેસેન્જરની સુવિધામાં વધારો થશે.

રેલવે દ્વારા જણાવવામાં આવતું છે કે મંત્રીમંડળ દ્વારા દેશમાં કુલ 2339 કિલોમીટરના 7 મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. જેની કુલ કિંમત આશરે રૂ.32500 કરોડ છે. હાલ લાઈનની ક્ષમતા વધારવા, ટ્રેનના સંચાલનને સરળ બનાવવા, ભીડ ઘટાડવા અને મુસાફરી તેમજ પરિવહનની સરળતા વધારવા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. જેના થકી આશરે 7.06 કરોડ માનવ દિવસ માટે સીધી રોજગારીનું સર્જન થવાનું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.