કંપનીઓએ ઉદ્યોગો માટે જમીન તેમજ ઉપયોગી સાધનો, મશીનોને લાંબા સમયના કોન્ટ્રાકટથી ભાડે પણ મેળવી શકાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની રાહ કંડારવા તેમજ ઈન્ડસ્ટ્રીયલ ઉદ્યોગોને બુસ્ટર ડોઝ આપવા નવી ઔદ્યોગીક પોલીસી જાહેર કરી છે જે લોકસભાની ચૂંટણી પહેલા જ આ પોલીસીની અમલવારી કરવામાં આવશે. નવી પોલીસી અંતર્ગત કંપનીઓએ જમીન તેમજ સાધનોની ખરીદી કરવી પડશે નહીં પરંતુ ઓછા ભાવમાં ફેકટરીઓ લાંબા સમયના કોન્ટ્રાકટ મારફતે જમીન તેમજ ઉપયોગી સાધનો ભાડે મેળવી શકશે જેથી ઉદ્યોગોમાં બુસ્ટર ડોઝ મળશે. આ સાથે જ કેટલાક ખર્ચાઓમાં પણ કાપ થશે.

ઈન્ડસ્ટ્રીયલ પોલીસીના સેક્રેટરી રમેશ અભિષેકે જણાવ્યું હતું કે, ઉદ્યોગોમાં ફેકટરીઓ માળખાગત સુવિધાઓમાં પણ ભાગ પાડી શકશે. આપણે માર્કેટમાં ટકી રહેવા માટે સ્પર્ધાત્મકતા લાવવી પડશે. કારણે કે, વિકાસ મંત્રાલય વાર્ષિક યોજના બનાવવાની વિચારણા કરી રહ્યું છે. જેના માટે ઉદ્યોગોએ ટેકનોલોજી, લોજીસ્ટીક સ્કીલ અને લેબરમાં પણ અપગ્રેડ કરવાની સાથે કેટલાક ફેરફારો કરવા પડશે.

મોદી સરકાર દર વર્ષે ૧૦ મીલીયન નોકરીની તકો ઉભી કરવાના સતત પ્રયત્નો કરી રહ્યું છે. જેમાં ઉદ્યોગોનો પણ સમાવેશ થાય છે. ૨૦૧૯ની ચૂંટણી પહેલા તમામ અધુરા કાર્યોને પૂર્ણ કરવાની મોદી સરકારની યોજના છે. જેનાથી ભારતના અર્થતંત્રને પણ ફાયદો થશે. નવી પોલીસી મધ્યમ તેમજ લઘુ ઉદ્યોગો ઉપર લાગુ પડશે. વર્લ્ડ બેંક ગ્લોબલ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશમાં ભારત ૭૭ ક્રમે પહોંચ્યું છે. ત્યારે દિલ્હી, મુંબઈ સહિતના શહેરોમાં ઉદ્યોગોની તકો ઉજળી કરવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.