દેશના વિકાસદરમાં હાલ ૨૦ ટકાનો હિસ્સો ધરાવતા નાના અને મધ્યમ ઉદ્યોગોના હિસ્સાને આગામી પાંચ વર્ષમાં ૫૦ ટકા સુધી લઈ જવાનો સંકલ્પ વ્યકત કરતા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલીયનનું કદ આપવાના સ્વપ્નને સાકાર કરવા કેન્દ્ર સરકાર દ્વારા આયોજન બદલ તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. જેના ભાગરૂપે ભારતે પણ આધુનિક વિશ્વ સાથે કદમ મિલાવવા વેપાર અને ઔદ્યોગીક ક્ષેત્રે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા માટે પ્રતિબધ્ધ બન્યું છે.

સરકારે દેશમાં લઘુ નાના અને મધ્યમ ઉદ્યોગોને વૈશ્વિકમંચ પર વધુ સારી રીતે પ્રસ્થાપિત કરવા માટે ઈકોમર્સ પ્લેટફોર્મ પ્રદાન કરવા આગળ વધી રહ્યું છે. ભારતને વિશ્વ સમોવડિયુ રાખવાક એમએસએમઈસીના વૈશ્વિક વિસ્તરણ માયે ઈકોમર્સ પ્લેટફોર્મ આવશ્યક બન્યું હોવાનું કેન્દીય મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું હતુ તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે ઈકોમર્સ પ્લેટફોર્મના માધ્યમથી સમગ્ર વિશ્વગ્રાહકો દેશના લઘુ મધ્યમ અને નાના ઉદ્યોગ સુધી પહોચી શકશે મારા મંત્રાલયે એમએસએમઈસી ક્ષેત્રના વિકાસ માટેના પગલા ભરવાનું શરૂ કરી દીધું છે.

દેશના લઘુ મધ્યમ અને નાના ઉદ્યોગનો એક સુવ્યવસ્થિત નેટવર્ક મળી રહે તે માટે મારા મંત્રાલયને સુચન કરી દીધું હતુ ભારત પણ સ્વાયત્ત પણે પોતાનું અલીબાબા (અન) અને ‘એમઝોન’ (અમેરિકા) જેવા એમએસએમઈ નેટવર્ક ભારતને પોતાનું હોય તે હવે જરૂરી બન્યું છે. આ ઈકોમર્સ નેટવર્કથી ભારતનું લઘુ, મધ્યમ અને નાના ઔદ્યોગિક ક્ષેત્રને પોતાની પ્રોડકટના વેચાણ માટે વિશ્વકક્ષાનું મંચ મળી રહેશે તેમ નાના અને મધ્યમ ઔદ્યોગીક પરિષદમાં ગૂરૂવારે નવી દિલ્હી ખાતે નિતિન ગડકરીએ જણાવ્યું હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલર સુધી પહોચાડવાનું લક્ષ્ય એમએસએમઈએસના ઈકોમર્સ મંચ દ્વારા જ શકય બની શકશે.

નાના અને મધ્યમ ઉદ્યોગો અત્યારે વિકાસદરમાં ૨૯%નો હિસ્સો ધરાવે છે. જે આગામી પાંચ વર્ષમાં ૫૦%ની હિસ્સેદારી સુધી પહોચશે. આપણુ દેશ સમૃધ્ધ છે. પરંતુ પ્રજા ગરીબ છે. તાલીમબધ્ધ માનવશકિતના સદઉપયોગથી અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલર સુધી વિકાસવામા મદદરૂપ થશે તેમ એમએસએમઈએસ મંત્રાલયનો ચાર્જ સંભાળતી વખતે નિતિન ગડકરીએ જણાવ્યું હતુ કે દેશનું એમએસએમઈએસ સેકટર દેશન અર્થતંત્રનું કરોડરજજુ છે અને તેમાં રોજગારીના સર્જનની અખુટ શકિત પડેલી છે. આ ક્ષેત્રમાં અત્યારે ૧૧ કરોડ રોજગારીઓ ઉપલબ્ધ છે. જેને વધારીને ૧૫ કરોડ સુધી પહોચાડવામાં આવશે.

રિઝર્વ બેંકઓફ ઈન્ડીયાની સમિતિએ પણ દેશના નાના, મધ્યમને લઘુ ઉદ્યોગોનાં વિકાસનું સુચન કર્યુ છે. યુ.કે.સિંહા સમિતિએ પણ અર્થતંત્ર સાચા અને સક્ષમ વિકાસ માટે એમએસએમઈએસ ક્ષેનિ મજબુત બનાવવા પર ભાર મૂકયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.