બ્રિટન અદાલતે માલ્યાને ભારતને સોંપવાનોઆદેશ કર્યો
ભારતીય બેંકો સાથે થયેલા દગા અને દાના કારોબાર સાથે સંકળાયેલા વિજય માલ્યાના પત્યાર્પણ માટે બ્રિટનની કોર્ટે મંજૂરી આપી દીધી છે. આ પ્રસંગે વિત્ત મંત્રી અણ જેટલીએ જણાવ્યું હતું કે, આ ભારત માટેની ખુબજ મોટી ઉપલબ્ધી છે અને ભાજપની નૈતિકતા અને ઉમાન્દારીને પણજીત થઈ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ બધા સાકેતીક સંકેતો છે. જેમાં અર્થ વ્યવસ્થાને દગો કરનારા કોઈપણ વ્યક્તિ કોઈપણ દેશમાં ખુલ્લેઆમ ફરી શકશે નહીં.
વધુમાં વિત્ત મંત્રી અણ જેટલી એજણાવ્યું હતું કે, કાયદાને તોડવાવાળો વ્યક્તિ વિજય માલ્યાએ યુપીએ સરકાર સમયે ખુબજ લાભો લીધા હતાઅને હવે એ જ એનડીએ સરકાર છે જે માલ્યાના પ્રત્યાર્પણ કરવા માટે ભારત લઈ આવશે. ૯ હજાર કરોડનું દેવુ કરનાર વિજય માલ્યાએ કર્જ ન ચૂકવવાના મામલે ભારતને માલ્યાની જરૂર પડી છે.
ત્યારે બ્રિટનના વેસ્ટ મીન્સ્ટર મેજીસ્ટ્રેટના પ્રમુખ મેજીસ્ટ્રેટઈમાઅબુર્થનોટે જણાવ્યું હતું કે, એવા કોઈપણ સંકેતો મળી નથી રહ્યાં કે, વિજય માલ્યા વિરુધ્ધ ખોટા મુદ્દાઓ જાહેર કરવામાં આવતા હોય. બ્રિટન કોર્ટના જજમેન્ટ બાદ અણ જેટલીએ ટવીટ કરતા જણાવ્યું હતું કે, આ ભારત માટે એક ઐતિહાસિક વિજય ગણી શકાય કારણ કે, વેસ્ટલેન્ડ ચોપર કૌભાંડનો વચેટીયો ક્રિશ્ચેન તથા બેંકોનો ફ્રોડ કરનાર વિજય માલ્યા દેશથી દૂર રહેતા હતા જેને લઈ દેશની આર્થિક વ્યવસ્થા ઉપર પણ ખુબજ મોટી અસર પડી હતી. ત્યારે આર્થિક વ્યવસ્થાને સુધારવા અને કર્જાની રકમ પરત મેળવવા ભારતને મોટી સફળતા મળી છે.
વિજય માલ્યા ઉપર ૯ હજાર કરોડનું કર્જતથા મની લોન્ડ્રીંગ જેવા કેસોના પણ આરોપો લાગેલા છે. કિંગફીશર એરલાયન્સ કર્જમાંડુબવાના કારણે બંધ કરી દેવામાં આવી છે ત્યારે બ્રિટનની કોર્ટે માલ્યાને ભારત પ્રત્યાર્પણ માટેની મંજૂરી આપી દીધી છે. જે અન્વયે ભારતની ઘણી ખરી સર્ચ એજન્સીજેવી કે, સીબીઆઈ અને ઈડી આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ કેસ લડશે.