ભારતીય સમાજની રોકડમાં વ્યવહાર કરવાની સદીઓ જુની ઢબને કેશ લેસ વ્યવહાર ફાવે નહિ નોટબંધી બાદની રોકડ અછત દૂર થઈ
નાણા વગરનો નાથીયોને નાણે નાથાલાલ, ભારતનું અર્થતંત્ર અને સામાજીક માનસીકતામાં સદીઓથી હાથ ઉપરની રોકડ રકમને સમુધ્ધ સફળતા અને વ્યવહારૂ પણાનું પરિણામ ગણવામાં આવે છે ત્યારે આધુનિક વિશ્વના અર્થતંત્ર સાથે ભારતને જોડવા માટે નરેન્દ્ર મોદી સરકારના ખૂબજ ઉમદા ગણી શકાય તેવા કેસલેસના અભિગમને અપેક્ષા મુજબની સફળતા મળી નથી.
સરકારના ગો-કેશલેસ અભિયાનને અનેક સંજોગોમાં અવ્યવહારૂ ગણાવાયું છે. સોશ્યલ મિડિયા પર આ અંગે થયેલી કોમેન્ટોમાં જણાવાયું છે રોકડે વ્યવહાર કરવાની ભારતીયોની માનસીકતા વચ્ચે એક બે દિવસમાં જ દેશના અર્થતંત્રને કેશલેસ બનાવવાનો પ્રયત્ન અવ્યવહારૂ ગણાય જે કામ પાંચ વર્ષમાં પણ અઘરૂ હતુ તે નોટબંધી અને કેશલેસના અભિગમથી નાના વ્યાપારીઓ અને ધંધાર્થીઓને ખૂબજ મુશ્કેલી પડી હોવાનું બહાર આવ્યું છે.
દેશના અર્થતંત્રમાં રોકડ વ્યવહારમાં આંકડો જાન્યુઆરી ૨૦૧૯ સુધી ૨૦.૬૫ લાખ કરોડ સુધી ઉંચે પહોચ્યો છે. જે નોટબંધી વખતનો ૧૭.૯૭ લાખ કરોડથી વધતી જતી રકમને આર્થિક તજજ્ઞો અર્થતંત્રમાં સુધારાના સંકેત તરીકે જોઈ રહ્યા છે.સરકાર દ્વારા જી.એસ.ટી.માં સરળતા અને આર્થિક સુધારાના લીધેલા પગલાના કારણે વ્યવહારમાં રોકડનો ઉપયોગ વધતો હોવાનો એચ.એસ.બી.સી.નાં મુખ્ય આર્થિક તજજ્ઞ પ્રંજલ ભંડારીએ જણાવ્યું હતુ.
ભંડારીના જણાવ્યા મુજબ દેશની પ્રવાહી આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે બેંકીંગ અને નાણાંમંત્રાલયના આર્થિકા સુધારાઓનાં કારણે નોટબંધી બાદ દેશમાં ઉભી થયેલી આર્થિક તંગી હવે દૂર થઈ છે અને બજારમાં રોકડા રૂપીયા ફરતા થયા હોવાથી અર્થતંત્રને વેગ મળ્યો છે.અલબત એસબીઆઈ જુથના મુખ્ય આર્થિક તજજ્ઞ સેમૈયા કાંતી ઘોષે જણાવ્યું હતુ કે આ એક ચર્ચાનો વિષય છે કે અર્થતંત્રમાં રોકડનો વ્યવહાર કેવી રીતે વધ્યો.
અર્થતંત્રમાં રોકડનો વ્યવહાર આર્થિક સુધારા અંગે તેજીનો સંકેત માને છે. આગામી સરકારો અને પૂર્વ ગર્વનર રઘુનાથ રાજનએ રોકડમાં વધતાજતા વ્યવહારને અર્થતંત્રની ગતિશીલતા ગણાવી હતી. એપ્રીલ ૨૦૧૬માં નોટબંધી પછી આવેલા ફેરફારોમાં રોકડના વ્યવહાર કેમ વધ્યું તે શોધવું જોઈએ.
રૂપીયાનો રાજકીય ઉપયોગ અને ચૂંટણી લક્ષી વ્યવહારોની સાથે સાથે વ્યવહારમાં ફરતા નાણાંઓમાં બેંકમાં પાછી આવતા ન હોવાથી વ્યવહારમાં રોકડનો ઉપયોગ વધ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯માં જાન્યુઆરી ૨૦૧૮થી ૨૦૧૯ સુધીમાં બેંકોની મૂડી વધારવાના ૪.૯% ના દરને લક્ષ્ય અશકય બન્યું છે.
સાથે સાથે બેંકને વ્યાજદરમાં કાપ મૂકવનું પણ નડી રહ્યું છે. સામાન્ય રીતે વ્યવહારમાં રોકડ રકમનો વધારો અર્થતંત્ર માટે સારી બાબત ગણવામાં આવે છે.સ્થાનિક વિકાસ અને માંગના કારણે રૂપીયા દેખાય રહ્યા છે. પરહતુ જે રીતે સરકારને અર્થતંત્ર કેશલેસ બનાવવા તરફ લઈ જવું હતુ તેમાં અપેક્ષા મુજબ સફળતા મળી નથી.
દેશના અર્થતંત્રમાં આવેલા સુધારા અને ડી.જી.પી. દરનાં લક્ષ્ય અનુરૂપ હજુ વિકાસ ઓછો દેખાય રહ્યો છે. મર્ચ ૨૦૧૯ના ૮.૮%ના વિકાસ દર સામે માર્ચ ૨૦૧૮ માં ૧૦.૯ અને માર્ચ ૨૦૧૯માં ૧૧.૯નું લક્ષ્ય અને આર્થિક ઉન્નતિ ૨૦૨૦ અપેક્ષા મુજબ વધારવામાં સફળ રહેશું તેવો આશાવાદ વ્યકત કરવામાં આવી રહ્યો છે.નોટબંધી અને આગામી આર્થિક મંદીનો દોર હવે પુરો થયો હોય તેવું દેખાઈ રહ્યું છે.
દેશના અર્થતંત્રમાં રોકડ રકમની પરિભ્રમણનો નવો આંકડો. ૨.૬૫ લાખ કરોડ સુધી પહોચ્યો છે. નોટબંધી વખતે ૧૭.૯૭ લાખ કરોડ વધ્યા. રોકડામાં ફરતા હતા અર્થતંત્રની મદી અને રોકડ રકમની અછત દૂર થવાના અનેક કારણો મનાય રહ્યા છે.
ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આવેલી અર્થતંત્રની આ લાલચટક તેજીના ઘણા કારણો માનવામાં આવી રહ્યા છે. આર્થિક મંધાતાઓ રોકડમાં વધેલા આર્થિક વ્યવહારોની સામે આવેલી અસરો અર્થતંત્રની બદલાયેલી તાસીરના સંકેતો આપે છે. નોયબંધી બાદ ઉભી થયેલી આર્થિક કટોકટી અને નાણાંભીડના દિવસો ચૂંટણી પહેલા જ પૂરો થઈ ગયા હોવાના રિપોર્ટ આવ્યા છે.