વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ મંત્રને મૂર્તિમંત કરવા ઉત્સાહીત સાહસિકોને નવા બિઝનેસ શરુ કરવા કેન્દ્ર સરકારનું પીઠબળ દેશની ઉન્નતિને જોશ આપશે

ભારતના ઉઘોગિક વિસકાના દરવાજાઓ ખોલીને નવા ઉઘોગ  સાહસને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના અભિગમને પરિણામ દાયકા સિસ્પોન્સ મળી રહ્યું છે. ભારતમાં મોટી સંખ્યામાં નોંધાયેલી કંપનીઓને પરોક્ષ રીતે રોકાણ કરવા માટે તૈયાર ઔઘોગિક રોકાણકારો અને સાહસિકો હવે કર બોજની ચિંતા કર્યા વગર તેમના નવા સાહસ શરુ કરી શકે તે માટે સરકાર સ્ટાર્ટઅપ પ્રોજેકટ માટે કર માળખા અને કાયદાઓને સરળ બનાવશે.ભારતમાં કોઇપણ સ્ટાર્ટઅપ પ્રોજેકટ માં રપ કરોડની મર્યાદાના રોકાણકારોને હવે સાત વરસના બદલે ૧૦ વરસનું ટેકસ હોલીડે પરિયડનો લાભ આપવામાં આવશે.

દેશમાં નવી ઉઘોગોની સ્થાપના માટે સરકારે સાત વર્ષના ટેકસ હોલી ડેનો સમયગાળો વધારીને દસ વરસ કર્યો છે. રપ કરોડની ટર્ન ઓવરની જોગવાઇને ૧૦૦ કરોડ સુધી વિસ્તૃત કરવામાં આવ્યું છે સ્ટાર્ટ અપ માટે સરકાર વધુ ઉદાર બની છે નવા નિયમોની જોગવાઇમાં નોંધણી માટે  ઓછામાં ઓછા થોથા પેપરવર્ક કરી ઔઘોગિક અને આંતરીક વેપારને સરળ બનાવવામાં આવશે.

બાંધકામ ઉઘોગ રોકાણ અને કંપનીઓ વ્વારા વિમાનો કે સમૃઘ્ધો માટે પાક માટેની ખરીદીને ટર્નર ઓવરમાંથી મુકિત આપવા સહીતની બાબતોમાં છુટછાટ આપવામાં આવશે કંપનીની જામીનગીરી અને મૂડીની ગણતરીમાં સ્ટાર્ટ અપ માટેની છુટછાટો ને વધુ વિસ્તૃત બનાવવાનું સરકારે નકકી કર્યુ છે.

લિસ્ટેડ કંપનીઓમાં રોકાણ કરનારોઓ  અને કંપનીઓએ પણ ધંધો વધારવા અત્યારે ૧૦૦ કરોડની કરમુકત મર્યાદાને રપ૦ કરોડ ‚પિયા સુધી વિસ્તૃત કરવામાં આવી હોવાનું જણાવી રમેશ અભિર્ષકે કહ્યું હતું કે નવા સ્ટાર્ટ અપ અને ચાલુ ધંધાવાળા સાહસિકો સરળતાથી રોકાણ મેળવી શકે તે માટે સરકાર ધંધાના નિયમો સરળ બનાવી રહી છે.

મૂડીનું કદ, વેપારની કિંમત અને આંતર માળખાકીય સુવિધામાં રોકાણની મર્યાદાની સાથે સાથે ટેકસ હોલીડેની મર્યાદાનો ગાળો વધારીને ૧૦ વર્ષ કરીને સરકારે રોકાણની લીમીટ અને કર રાહતનું ગાળો વધારવાનોમહત્વનો નિર્ણય લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.