મોદી સરકારે એક મોટો નિર્ણય લેતા કામ ન કરતા હોય એવા 129 અધિકારીઓને કહ્યું કે તે પોતાના પદથી પોતે જ હટી જાય. આમાં ગ્રૂપ એ ના 30 અને ગ્રૂપ બી ના 99 અધિકારીઓનો સમાવેસ થાય છે. એના પર કામ ન કરવાના આરોપ છે. વિવિધ મામલામાં કેન્દ્ર સરકારના 24415 ગ્રૂપ એ અને 42521 ગ્રૂપ બી અધિકારીઓ વિરુદ્ધ વિભાગીય તપાસ ચાલી રહી છે.  આ અધિકારીઓ પર ભ્રષ્ટાચાર, નોન પર્ફોર્મન્સ અને ગેરશિસ્ત સહિત અન્ય બીજા ઘણા આરોપો છે. તપાસમાં જે અધિકારી પર આરોપ સાબિત થયા પછી તે અધિકારી ઉપર પણ કાર્યવાહી થઈ શકે છે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રીએ કહ્યું કે આ 24 કલાક કામ કરતી સરકાર છે એટલે થોડીક અપેક્ષા એ પણ રહે છે કે દરેક અધિકારી, દરેક કર્મચારી પૂરી ઈમાંદારી અને ક્ષમતાથી પોતાની ભૂમિકા નિભાવે. એને કહ્યું કે મોદી સરકારમાં અધિકારીઓને સારું કામ કરવા માટે છૂટ આપી છે તેઓ કોઈ પણ જાતની રોકટોક વગર કામ કરી શકે છે. સારા કર્મચારીઓને સરકાર સન્માનીત પણ કરે છે.

કામ કરવાવાળા અધિકારી પર કેન્દ્ર સરકારે પહેલી વાર એકસન લીધું છે. કર્મીક અને લોક શિકાયત મંત્રાલયએ ગુડ ગર્વનર્સના જનહિતમાં આ ફેશલો લીધો છે. આ પહેલા મોદી સરકારે કાર્યાલયમાં મોડા આવવાવાળા અધિકારીઓ પર ગંભીર કાર્યવાહી કરી જે પછી અધિકારી અને કર્મચારી સમય પર આવવા લાગ્યા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.