વિદેશ ચાલ્યુ જતુ બુદ્ધિધન અટકાવવા મોદી સરકારની યોજના સંશોધનલક્ષી અભ્યાસ ઉપર ભાર આપવા માટે અત્યાર સુધીની સૌથી મોટી સ્કોલરશીપ યોજના

દેશનું બુદ્ધિધન વિદેશમાં જતુ અટકાવવા માટે મોદી સરકાર પ્રયત્નશીલ છે. જેના ભાગ‚પે સરકાર ટૂંક સમયમાં તેજસ્વી વિર્દ્યાીઓને રૂ૮૦,૦૦૦ સુધીની સ્કોલરશીપ આપવા યોજના ઘડી કાઢશે. આ યોજના સ્કોલરશીપ મામલે અત્યાર સુધીની સૌી મોટી યોજના રહેશે.

દેશમાંી દર વર્ષે રિસર્ચ માટે મોટી સંખ્યામાં વિર્દ્યાીઓ વિદેશમાં અભ્યાસ ર્એ જાય છે. જેમાંથી મોટાભાગના ત્યાં જ સયી ઈ જતા હોય છે. જેી ભારતને બુદ્ધિધનની મોટી ખોટ પડે છે. પરિણામે સરકારે પીએમ રિસર્ચ ફેલોશીપ હેઠળ આઈઆઈટી, આઈઆઈએસઈઆર અને એનઆઈટી સહિતની ઉચ્ચ શૈક્ષણિક સંસઓના છાત્રોને રૂ.૮૦,૦૦૦ સુધીની સ્કોલરશીપ આપવાની તૈયારી બતાવી છે.

ભારતમાં રિસર્ચ ક્ષેત્રે સૌી ઓછુ ધ્યાન આપવામાં આવે છે. ખાનગી કંપનીઓ આ મુદ્દે ખાસ ધ્યાન આપતી હોય છે. જો કે, સરકારી સંસઓમાં રિસર્ચને મહત્વ અપાતું ની. જયારે વિદેશમાં સૌથી વધુ મહત્વ રિસર્ચને આપવામાં આવે છે, ગોખણપટ્ટીને નહીં. માટે ભારતમાં સંશોધનને પાયામાં રાખી શિક્ષણ આપવામાં આવે છે જે મહત્વનું છે.

સરકારની યોજના હેઠળ સંશોધન ક્ષેત્ર માટે રૂ.૮૦,૦૦૦ સુધી સ્કોલરશીપ ફાળવાશે. તેજસ્વી વિર્દ્યાીને આ સ્કોલરશીપ ૨ લાખ સુધી મળી શકે.

સૂત્રોના જણાવ્યા મુજબ પીએમ રિસર્ચ ફેલોશીપ યોજનામાં આગામી શૈક્ષણિક સત્રી સ્કોલરશીપ ફાળવવામાં આવશે. આ યોજના હેઠળ બી.ટેક, એમ.ટેક, એમએસસી જેવો અભ્યાસક્રમ આઈઆઈટી, એનઆઈટીમાં પુરો કરનાર વિર્દ્યાીને આ યોજના હેઠળ પીએચડી પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવશે. જે વિર્દ્યાી સરકારના ક્રાઈટ એરીયા મુજબ સક્ષમ હશે તેને માસીક રૂ.૭૦ થી ૮૦ હજાર સુધીની સ્કોલરશીપ મળશે.

આ ઉપરાંત આતરરાષ્ટ્રીય રિસર્ચ કે સેમીનારમાં ભાગ લેવા માટે પણ સરકાર અલગી ભંડોળ વિર્દ્યાીઓને ફાળવશે. સરકારે યોજના હેઠળ ૩ વર્ષમાં રૂ.૧૬૫૦ કરોડનો ખર્ચ કરવાની તૈયારી બતાવી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ભારતમાંથી દર વર્ષે બહોળા પ્રમાણમાં ત્તેજસ્વી વિદ્યાથી પૈસા વ્યાજે લઈને પણ વિદેશ ચાલ્યા જાય છે. અમેરિકા, યુકે અવા જર્મની સહિતના દેશોનું શિક્ષણ સંશોધન લક્ષી હોવાના કારણે ભારતીય વિર્દ્યાીઓ માટે વિદેશમાં તક બહોળા પ્રમાણમાં મળી રહે છે. જો કે સરકાર હવે તેજસ્વી વિર્દ્યાીઓ ભારતમાં જ રહી સંશોધનલક્ષી શિક્ષણ મેળવી દેશમાં જ રહે તેવું ઈચ્છે છે. પરિણામે મોદી સરકારે તેજસ્વી છાત્રોને સંશોધન લક્ષી અભ્યાસ માટે પુરતા નાણા મળી રહે તેવી યોજના ઘડી કાઢી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.