સબકા સાથ સબકા વિશ્વાસ !!!

છેવાડાના લોકો સુધી સરકારની દરેક સહાય પહોંચાડાશે : વડાપ્રધાન

સબકા સાથ સબકા વિકાસ વાક્યને ચરિતાર્થ કરવા માટે સરકાર સજ્જ બન્યું છે એટલુંજ નહીં સરકારની ઘણી યોજનાઓ અને સહાય છેવાડાના માનવી સુધી હજુ સુધી પહોંચી નથી. ત્યારે આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ વડાપ્રધાન મોદીએ મુસ્લિમમાં પછાત એવા પસમંદા સમાજના ઉથાન માટે મોદી સરકાર મેદાને આવી છે. આર્થિક સંકળામણનો સામનો કરતા પસમંદા મુસ્લિમોને સમાજની સાથે તાલમેલ મેળવવા સરકાર મેદાને આવ્યું છે.

લાસ્ટ માઈલ ડીલેવરી વેબિનારમાં ઉપસ્થિત રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકારની ઘણી એવી યોજનાઓ જે સમાજને વિકસિત અને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે જે કાર્ય કરી રહ્યું છે તેનાથી હવે પસમંદા મુસ્લિમ સમાજને ઘણો લાભ મળશે. હૈદરાબાદ ખાતે 2022ના જુલાઈ મહિનામાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય બેઠકમાં પસમંદા મુસ્લિમો માટે વડાપ્રધાન મોદીએ અનેક વાતો કરી હતી અને તેઓએ જણાવ્યું હતું કે આ સમાજ જે રીતે સરકારી સહાયથી વંચિત રહેલો છે તેને આ તમામ યોજનાનો લાભ મળવો જોઈએ.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે લઘુમતી સમાજમાં જ્યારે પશમંદા સમાજની વાત કરવામાં આવે ત્યારે આ સમાજ આઝાદીના 75 વર્ષ પછી પણ હજુ પાછળ છે અને જે વિકાસ થવો જોઈએ તે થઈ શક્યો નથી ત્યારે સરકારે લક્ષ્યાંક સિદ્ધ અને નિર્ધારિત કર્યો છે કે આ સમાજના ઉત્થાન માટે દરેક કાર્યો કરવામાં આવશે. કેન્દ્ર સરકારે એક વિશેષ યોજના ને અમલી બનાવી છે જેમાં દેશના 200 જિલ્લાઓ અને 22,000 ગામડાઓમાં જે આર્થિક પછાત સમાજ વસવાટ કરે છે તેને આ દરેક યોજનાનો લાભ મળતો રહેશે. વડાપ્રધાન મોદીનું માનવું છે કે જો છે વાળાના લોકોને આદિવાસી સમુદાય સુધી સરકાર પોતાની યોજના પહોંચાડશે તો તે ગુડ ગવર્નન્સ નું એક ઉત્તમ ઉદાહરણ પણ સાબિત થશે. વડાપ્રધાને જણાવ્યું હતું કે નાણાકીય સહાયની સાથોસાથ રાજકીય રીતે પાર્ટીની મનોસ્થિતિ પણ એટલી જ જરૂરી છે કોઈ પણ સમાજના વિકાસ માટે.

નાણામંત્રી નિર્મલા સીતારામ અને બજેટમાં આદિવાસી વિસ્તારના લોકો અને આદિવાસી સમુદાયના લોકો માટે અનેકવિધ રવિધાન કર્યા છે અને તેમના ઉત્થાન માટે પણ સરકારની અનેકવિધ યોજનાઓની અમલવારી શરૂ કરાવી છે ત્યારે પસમંદા મુસ્લિમોની જો વાત કરવામાં આવે તો સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવેલી યોજનાઓ જે છે તે પણ એટલી જ ઉપયોગી અને મહત્વપૂર્ણ નીવડશે. પશ્ચંદ્ર સમાજની જો વાત કરવામાં આવે તો આર્થિક કટોકટી ની સાથો સાથ જે સમાજ ઉત્પન્ન માટે જરૂરી પરિબળો હોવા જોઈએ તે હજુ સુધી આ સમાજને મળ્યા નથી જે હવે ભૂતકાળ બની જશે કારણ કે સરકાર પ્રાથમિકતાના ધોરણે પસમંદા સમાજના ઉત્થાન માટે કાર્ય કરી રહ્યું છે. એટલુંજ નહીં આ સમાજને હવે શિક્ષણની સાથોસાથ સમાજ સેવા અને સમાજની સાથે તાલમેલ મેળવવા માટે પણ કાર્ય હાથ ધરશે. માટે કેન્દ્ર સરકારે જે વિવિધ સહાય આપવામાં આવતી હોય તેનો આંક વધારી દીધો છે.

પસમંદા મુસ્લિમ સમજ શોષિત અને પીડિત છે,  સરકારની સહાય કારગત નીવડશે : ઇરફાન અહેમદ

પશમંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘના ચીફ પેટર્ન ઈરફાન અહેમદે જણાવ્યું હતું કે પશમંદા મુસ્લિમ સમાજ અત્યંત પીડિત અને શોષિત સમાજ છે ત્યારે સરકારની જે સહાય આ સમાજને મળશે તે અત્યંત કારગત નીવડશે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે  પશમંદા સમાજના ઉત્થાન માટે પશમંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘની રચના કરવામાં આવી છે. કયા સમાજ માટે કાર્ય કરે છે હાલ ડબલ એન્જિન સરકાર હોવાના કારણે છેવાડાના લોકો સુધી સરકારની જે યોજનાઓ અને જે સહાય છે તે મળતી રહે તો આ સમાજનો ઉત્થાન સરળતાથી થઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.