કેન્દ્રીય માનવસંસાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, વડા પ્રધાન શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત 1,000 વિદ્યાર્થીને પ્રતિમાસ રૂપિયા 75,000ની શિષ્યવૃત્તિ અપાશે. અમે ટૂંક સમયમાં પીએમ સ્કોલરશિપ યોજનાનો પ્રારંભ કરી રહ્યા છીએ. દેશભરમાંથી પસંદ કરાયેલા ૧,૦૦૦ વિદ્યાર્થીને ટૂંક સમયમાં આ શિષ્યવૃત્તિ અપાશે. સરકાર દેશભરમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે રૂપિયા 20,000 કરોડ ખર્ચ કરવાની યોજના બનાવી રહી છે. સરકાર વિશ્વકક્ષાની 20 યુનિવર્સિટી સ્થાપશે જે દુનિયાની ટોચની 200 યુનિવર્સિટીમાં સ્થાન મેળવશે.

જાવડેકરે જણાવ્યું હતું કે, પીએમ મોદીનાં નેતૃત્વમાં દેશનું શિક્ષણ સેક્ટર ધરમૂળથી પરિવર્તનના યુગમાંથી પસાર થઈ રહ્યું છે. પીએમ મોદીનું ન્યૂ ઇન્ડિયાનું સ્વપ્ન શિક્ષણનાં માધ્યમથી જ સાકાર થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.