માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ હવે શિક્ષણ મંત્રાલય કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણય કેબિનેટની બેઠક દરમિયાન લેવામાં આવ્યો છે.
આ બેઠક દરમિયાન મોદી સરકારે નવી શિક્ષણ નીતિને પણ મંજૂરી આપી છે. આ વિશે વિસ્તૃત માહિતી સરકાર તરફથી સાંજે 4 વાગે થનારી કેબિનેટ બ્રીફિંગમાં આપવામાં આવશે.
Ministry of Human Resource and Development (MHRD) renamed as Ministry of Education. The announcement to be made later today. pic.twitter.com/shM4QrDg6m
— ANI (@ANI) July 29, 2020
માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પ્રસ્તાવ આપ્યો હતો કે, મંત્રાલયનું હાલનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવામાં આવે. આ પ્રસ્તાવને મોદી કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.
તે સાથે જ નવી શિક્ષણ નીતિને પણ મંજૂરી આપી દેવામાં આવી છે.