આરટીઆઈના અરજીનાં જવાબમાં મળેલી માહિતી
ગ્રેટર નોઈડા સ્થિત સામાજીક કાર્યકર રામવીર તેવર દ્વારા કરવામાં આવેલી એક આરટીઆઈના જવાબમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય જણાવ્યું છે કે મોદી સરકારે ચાલુ વર્ષનાં ઓકટોબર સુધીનાં સાડા ત્રણ વર્ષનાં સમયગાળામાં પબ્લિસિટી પાછળ લગભગ ૩૭૫૫ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે.
સરકાર દ્વારા એપ્રિલ ૨૦૧૪થી ઓકટોબર ૨૦૧૭ દરમિયાન ઈલેકટ્રોનિક, પ્રિન્ટ મિડીયા અને આઉટડોર પબ્લિસીટી દ્વારા જાહેરાતો પાછળ ૩૭ ૫૪ ૦૬ ૨૩ ૬૧૬ રૂપિયાનો ખર્ચ કરાયો છે.
કેન્દ્ર સરકારે કોમ્યુનિયી રેડિયો, ડિજિટલ સિનેમા, દૂરદર્શન, ઈન્ટરનેટ, એસએમએસ અને ટીવી સહિતની ઈલેકટ્રોનિક મીડિયા જાહેરાતો પર ૧૬૫૬ કરોડથી વધુ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.
જયારે પ્રિન્ટ મીડિયા પાછળ સરકારે ૧૬૯૮ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. હોર્ડિગ્સ, પોસ્ટર્સ, બુકલેટસ અને કેલેન્ડર્સ સહિતની આઉટડોર જાહેરાતો પર કેન્દ્ર સરકારે ૩૯૯ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે.
સરકારે પહેલી જૂન ૨૦૧૪ થી ૩૧ ઓગષ્ટ ૨૦૧૬ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દર્શાવતી જાહેરાતો પાછળ ૧૧૦૦ કરોડથી વધુ રૂપિયા ખર્ચ્યા છે.