ઉત્તર પ્રદેશમાં દલિત અને ગુજરાતમાં કોળી ગણાવી વિધાનસભા ચૂંટણીમાં લાભ ખાટવાની ગણતરી: સંયુકત વિપક્ષી ઉમેદવાર જાહેર કરવાના કોંગ્રેસના પ્લાનને ફટકો

મોદી સરકારે ભારે સસ્પેન્સ બાદ અંતે રાષ્ટ્રપતિ પદના એનડીએના ઉમેદવાર તરીકે બિહારના ગવર્નર રામનાથ કોવિંદની જાહેરાત કરી છે. કોવિંદને દેશમાં દલિત અને ગુજરાતમાં કોળી જ્ઞાતિના આગેવાન તરીકે ઓળખવામાં આવે છે.જેનો લાભ ધારાસભા અને લોકસભાની ચૂંટણીમાં લેવાની ગણતરી ભાજપની છે.

બિહારના ગવર્નર રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરી મોદી સરકારે એક કાંકરે અનેક પક્ષીઓ માર્યા છે. લોકસભા જીતવા ઉત્તર પ્રદેશમાં વધુને વધુ બેઠકો મેળવવી જ‚રી છે. માટે ભાજપે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે તેમનું નામ જાહેર કરી દલીત કાર્ડ ખેલ્યું છે. રામનાથ કોવિંદનું નામ સરેરાશ લોકો માટે ભલે અજાણ્યું હોય પરંતુ રાજનીતિમા અને ખાસ કરીને ભાજપના વર્તૂળોમાં તેઓ અજાણ્યા નથી.

રામનાથ કોવિંદ અગાઉ ભાજપ દલિત મોરચાના અધ્યક્ષ રહી ચૂકયા છે. રાષ્ટ્રીય પ્રવકતા પણ રહી ચૂકયા છે. પરંતુ તેમ છતા તેમનું નામ અને ચહેરો માધ્યમો માટે પણ અજાણ્યો છે જે દર્શાવે છે કે, રાષ્ટ્રીય પ્રવકતા તરીકે તેઓ ખાસ કોઈ પ્રદાન કરી શકયા નથી. તેઓ કાનૂનવિદ તરીકે સર્વોચ્ચ અદાલતના વર્તુળોમાં સ્થાન ધરાવે છે.

કોવિંદ દલિત છે અને યુપીના વતની છે. અગાઉ ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી વખતે દલિત મતો અંકે કરવા તત્કાલીન અધ્યક્ષ રાજનાથસિંહે રામનાથ કોવિંદને દલિત વિસ્તારોમાં ઘણો ઉપયોગ કર્યો હતો. એટલે ઉત્તર પ્રદેશ પૂરતા અને દલિત મતદારોના સિમિત વર્ગમાં તો તેઓ જાણીતા છે. આ ઉપરાંત ગુજરાતમાં તેમને કોળી તરીકે આલેખવામાં આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની કેટલીક બેઠકો જીતવા કોળી સમાજ રાજી રહે તેમા ભાજપનુ હિત છે. કોવિંદને ઉમેદવાર જાહેર કરી ભાજપ કમ સે કમ પાંચ વર્ષ સુધી ઉત્તર પ્રદેશમાં મીઠા ફળ ચાખી શકશે.

આગામી રાષ્ટ્રપતિ માટે કોણ ઉમેદવાર હોઈ શકે એ વિશે રાજકીય નિષ્ણાંતો અને પ્રસાર માધ્યમોમાં ભારે ચર્ચા જામી હતી. અંતે આરંભમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી ચર્ચામાં હતા જો કે ગત લોકસભાથી બંને દિગ્ગજ નેતાઓ હાંસીયામાં ધકેલાઈ ગયા હતા ઉપરાંત ત્યારબાદ બાબરી ધ્વંશ મામલે સીબીઆઈની ચાર્જશીટમાં તેમનું નામ હોવાથી રાષ્ટ્રપતિ પદના હરિફોમાથી તેમની બાદબાકી થઈ ગઈ હતી. ત્યારબાદ સુષ્મા સ્વરાજ, દ્રોપદી મુર્મુના, વિપ્રોના અઝીઝ પ્રેમજી, ઈન્ફોસીસના નારાયણ મૂર્તિ, ફિલ્મસ્ટાર રજનીકાંત સહિતના નામો ચર્ચાયા હતા. અજીત દોવલ પણ રાષ્ટ્રપતિ પદના પ્રબળ દાવેદાર ગણાતા હતા.

બીજી તરફ અત્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવારને સંયુકત વિપક્ષી ઉમેદવાર બનાવવાની વેતરણમાં છે. કોવિંદની પસંદગીથી કોંગ્રેસના એ પ્રયાસોને ફટકો પડી શકે છે. કોવિંદ બિહારના રાજયપાલ છે. ઉપરાંત નિતિશ કુમાર સાથે પણ સારા સંબંધો ધરાવે છે. દલિત ઉમેદવાર હોવાથી માયાવતી અને ઉત્તર પ્રદેશના હોવાથી મુલાયમસિંહ પણ બાદ થઈ જવાના કોવિંદ સ્વયંસેવક હોવાથી સંઘ પણ રાજી રહેશે.

રાષ્ટ્રપતિ પદના એનડીએના ઉમેદવાર તરીકે બિહારના ગવર્નર તા અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ રામના કોવિંદની જાહેરાત આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નવી દિલ્હીમાં કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ શાહની ઉપસ્િિતમાં મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ગુજરાત ભાજપે અતિપછાત જ્ઞાતિના પ્રતિનિધિને દેશના સર્વોચ્ચ પદ માટે પસંદ કરવા બદલ રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર માન્યો હતો. રાજ્યમાં આગામી ડિસેમ્બરમાં ચૂંટણી યોજાનાર છે અને સૌરાષ્ટ્ર તા દક્ષિણ-મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કોળી સમાજનું સારું એવું પ્રભુત્વ છે તેવા વિસ્તારોમાં કોળી સમાજના પ્રતિનિધિ એવા કોવિંદની પસંદગીી ઉત્સાહનો માહોલ સર્જાયો છે.

કોવિંદની પસંદગીને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલના નેતૃત્વમાં ફટાકડા ફોડીને વધાવી હતી. જ્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ આ જાહેરાતને આવકારતા જણાવ્યું છે કે, રામના કોવિંદના જાહેર જીવન અને પ્રશાસનિક સેવાનો લાભ દેશને મળશે. કોવિંદનો ગુજરાતના કોળી સમાજ સો જૂનો નાતો છે. સાંસદ રાજેશ ચુડાસમા અને અન્ય કોળી આગેવાનોએ એક મહિના અગાઉ અમિત શાહ સમક્ષ બિહારના રાજ્યપાલ કોવિંદને સૌરાષ્ટ્રમાં પધારવા આમંત્રણ આપવામાં સહયોગ આપવા રજૂઆત કરી હતી. આ પછી ગયા મહિને ગોંડલમાં યોજાયેલા કોળી સંમેલનમાં તેઓ આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.