મનમોહન સરકારે ફગાવી દીધેલી માગ મોદી સરકારે સ્વીકારી

ડો.મનમોહનસિંઘના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારે ગુજરાતની જે બે માંગણી સ્વીકારી ન હતી. તેને નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારે સ્વીકારીને ગુજરાતને ર્આકિ લાભ કરાવ્યો છે. મોદીએ સરદાર સરોવર નર્મદા યોજનાના રણ વિસ્તારને દુષ્કાળગ્રસ્તની સમકક્ષ ગણીને યોજના હેઠ્ળની કેનાલો બનાવવા માટે રૂ.૧૫૦૦ કરોડની ફાળવણી કરી છે. ગુજરાતમાંથી ઉત્પન્ન ક્રૂડ ઓઈલની રોયલ્ટીની ગણતરીની પધ્ધિત ગુજરાતની માંગણી મુજબ કરીને તેને વધારાની રોયલ્ટી પેટે રૂ.૭૩૦૦ કરોડની ચૂકવણી કરી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ માહિતી આપતાં કહ્યું હતું કે, ભારત સરકારની એ.આઈ.બી.પી.(એક્સલેરેટેડ ઈરીગેશન બેનિફિટ પ્રોગ્રામ) યોજના છે. જેમાં ભારત સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં કેનાલોના કામો માટે ૭૫ ટકા સહાય આપે છે. બાકીની ૨૫ ટકા રકમ રાજ્યોની સરકારોએ આપવાના થાય છે. જ્યારે બીજી યોજના મુજબ રાજ્યોના રણ-વિસ્તારોમાં આવા કામો માટે કેન્દ્ર સરકાર ૨૫ ટકા સહાય આપે છે. રાજ્યોને તેમાં ૭૫ ટકા ખર્ચવાના હોય છે.

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કચ્છના રણમાં કેનાલોી પાણી પહોંચાડવા માટે આ યોજના બેઠળ ૭૫ ટકા સહાય આપવાની માંગણી કરી હતી પરંતુ તે વખતની સરકારે તે માંને સ્વીકારી ન હતી પરંતુ હવે મોદીની સરકાર કેન્દ્રમાં આવતાં તેમણે તે માંગ સ્વીકારી લીધી છે. તેમણે યુપીએ સરકારની વ્યાખ્યા બદલી નાંખી છે. પરિણા સ્વરૂપ હવેી ગુજરાતના કચ્છના રણ પ્રદેશમાં પાણી પહોંચાડવા કેનાલો બનાવવા ભારત સરકાર ૭૫ ટકા સહાય આપશે. જેના કારણે ગુજરાતને નર્મદા યોજના માટે રૂ. ૧૫૦૦ કરોડના વધારાનો ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.