વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૈદરાબાદની મુલાકાતે પહોંચી ગયા છે. મંગળવારે બપોરે વડાપ્રધાન મોદીએ બપોરે ૨:૩૦ વાગ્યે મિયાપુર સ્ટેશનથી મેટ્રો ટ્રેનનું ઉદ્ઘટાન કર્યું હતું.. મેટ્રો રેલ સેવા ૨૯ નવેમ્બરથી શરૂ થશે. પ્રથમ તબક્કામાં નાગોલે અને મિયાપુર વચ્ચે ૩૦ કિલોમીટર લાંબી મેટ્રો રેલ સેવા શરૂ થશે. આ માર્ગમાં કુલ ૨૪ સ્ટેશન હશે. આ દરમિયાન પીએમ મેટ્રોમાં મુસાફરી પણ કરી. તમની સાથે તેલાંગાનાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ મિયાપુરથી કુકતપલ્લી સુધી મેટ્રોમાં સફર કરી.

લોકો માટે બુધવારથી શરૂ થશે મેટ્રો. તેલંગાનાના સુચના પ્રોદ્યોગિક મંત્રી કે.ટી.રામા રાવે કહ્યું કે, શરૂઆતમાં મેટ્રો સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલશે. યાત્રિકોની સંખ્યા અને માંગને જોઈને સમયને સવારે ૫:૩૦થી ૧૧ વાગ્યા સુધી કરવામાં આવશે. રામા રાવે આ ટ્રેનને નવીન પ્રોજેક્ટ અને સાર્વજનિક અંગત ભાગીદારી પીપીપી મોડલથી બનેલી સૌથી લાંબી મેટ્રો રેલ પરિયોજના ગણાવી છે. રાવે કહ્યું કે, તમામ ટ્રેનોમાં શરૂઆતમાં ૩ ડબ્બા હશે. યાત્રિકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ડબ્બાઓની સંખ્યા વધારીને છ કરવામાં આવશે.

તેલંગાના રાજ્ય માર્ગ પરિવહન નિગમ ટીએસઆરટીસી મેટ્રો માટે ફિડર સેવાઓ પણ શરૂ કરશે. એલ એન્ડ ટી મેટ્રો રેલ હૈદરાબાદ લિમિટેડે હૈદરાબાદ મેટ્રો માટે શનિવારે ભાડાની જાહેરાત કરી .બે કિલોમીટર સુધી લઘુતમ ભાડું ૧૦ રૂપિયા હશે અને ૨૬ કિલોમીટરથી વધુના અંતર માટે વધુમાં વધુ ભાડું ૬૦ રૂપિયા હશે.

મેટ્રો ટ્રેન અલ્ટ્રા મોર્ડન કોચથી સજ્જ હશે.મેટ્રોના ૨૪ સ્ટેશન વર્લ્ડ ક્લાસ અને યુઝર ફ્રેન્ડલી હશે. મેટ્રો સ્ટેશનમાં આમીરપેટ દેશનું સૌથી મોટું સ્ટેશન હશે. લોકોને લાઈનમાં ઊભા રહેવાની કડાકૂટ અને સમય બચાવવા માટે હૈદરાબાદ મેટ્રોના દરેક સ્ટેશને ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન ઉપલબ્ધ હશે. હૈદરાબાદ મેટ્રોને ઈકો ફ્રેન્ડલી બનાવવા પર જોર આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.