- ત્રીજી ટર્મમાં નરેન્દ્ર મોદીને આકરા નિર્ણયો લેતા રોકશે સાથી પક્ષો: હવે મોદીએ સ્વભાવથી વિપરીત કામ કરવું પડશે
- તમામ રાજકીય પાર્ટીને રાજી રાખતો અને આંખો ખોલનારો ઐતિહાસિક જનાદેશ
છેલ્લા એક દશકાથી દેશમાં એક સક્રિય શાસન કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે હવે ખરો પડકાર આપીને ઉભો છે. ભારતીય રાજનીતિમાં હવે મોદી યુગ પૂરો થઈ ગયો છે. વડાપ્રધાન પદે ચોકકસ નરેન્દ્રભાઈ હશે પરંતુ એનડીએ રાજ કરશે. તમામ રાજકીય પક્ષોને રાજી રાખતો અને આંખો ખોલતો ઐતિહાસિક જનાદેશ છે.
અત્યાર સુધી જયારે જયારે ભાજપને તોતીંગ બહુમત પ્રાપ્ત થયો છે. ત્યારે વિપક્ષે ઈવીએમ પર આક્ષેપો લગાવ્યા છે. દેશવાસીઓએ આપેલા જનાદેશ ઈવીએમને ઉગારી લીધા છે. દેશની જનતાએ ખૂબજ પરિપકવતા દેખાડી છે. ભાજપ પ્રેરિત એનડીએને સ્પષ્ટ બહુમતી આપી છે. પરંતુ ભાજપને માપમાં રહેવાનો સંકેતો પણ આપી દીધા છે.
2014માં ભાજપને 282 બેઠકો મળી હતી જયારે 2019માં ભાજપને 303 બેઠકો મળી હતી એકલા ભાજપ પાસે જ સ્પષ્ટ બહુમતી હોવાના કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કોઈપણ નિર્ણય લેવામાં કયારેય રતિભાર પણ તકલીફ પડી નથી હવે ત્રીજા કાર્યકાળમાં મોદીની ખૂરશીના પાયા સાથી પક્ષો રહેશે. ગઈકાલે તેઓએ કાર્યકર્તાઓને સંબોધતા એવા સંકેતો આપ્યા હતા કે, ત્રીજી ટર્મમાં પણ આકરા નિર્ણયો લેવામાં આવશે. જોકે મેદીએ આવું કરતા પહેલા સોવાર વિચાર કરવો પડશે. અથવા તમામ રાજકીય સાથી પક્ષોને વિશ્ર્વાસમાં લઈ નિર્ણયો લેવા પડશે.
મોદી મેજીક ઓસરી ગયું છે. મોદી યુગ પુરો થઈ ગયો છે. હવે એનડીએનું રાજ છે. ભાજપે ડગલે અને પગલે સરકાર પડી તો નહી જાયને તેની ચિંતા સતત કરવી પડશે. હાલ ટીડીપી અને જેડીયુ સહિત એનડીએના તમામ રાજકીય પક્ષોએ ભાજપને સમર્થન આપતો પત્ર આપી દીધો છે. પરંતુ નીતિશકુમાર ભરોસા પાત્ર સાથી નથી તેઓને કોઈપણ સમયે ફટ કરશે તે વાત ફાઈનલ છે.
છેલ્લા 10 વર્ષથી દેશમાં મોદીનું રાજ ચાલતું હતુ હવે એનડીએનું રાજ આવશે નરેન્દ્રભાઈએ કયારેય દબાણમાં કામ કર્યું નથી. અને આવી રીતે કામ કરવા ટેવાયેલા પણ નથી હવે જોવાનું એ રહે છે કે તેઓ પાંચ વર્ષ સુધી એકપણ વાદ વિવાદ વિના સતત ત્રીજી વખત સ્થીર કેન્દ્ર સરકાર આપી શકશે ખરા? તેઓએ ત્રીજી ટમમાંં આકરા નિર્ણયો લેવાના સંકેતો આપી દીધા છે. પરંતુ સાથી પક્ષો તેઓના પગમાં બહુમત નથી તેવી સાંકળ બાંધી રાખશે જે નિર્ણોં લેતા અટકાવશે.
વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી હોવાનું બહુમાન ધરાવતા ભારતના કરોડો મતદારોએ ખૂબજ પરિપકવ જનાદેશ આપ્યો છે. ભાજપ, કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોને રાજી રાખતો જનાદેશ છે. પરિણામથી બધા રાજી રાજી છે કોઈ નારાજ નથી. હંમેશા ઈવીએમ પર હારનું ઠીકરૂ ફોડતા કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોને ભલે બહુમતી ન મળી હોય પરંતુ તેઓ પરિણામથી ખૂબજ રાજી છે.
સામા પક્ષે ભાજપ પણ સ્પષ્ટ બહુમતી મળી ન હોવા છતાં ભારે રાજી હોય તેવું દેખાડી રહ્યું છે. સતત ત્રીજી વખતે એનડીએને બહુમત મળ્યો છે તેનાથી મોદી ખુશ છે.
દેશવાસીઓને એવું લાગતુ હતુ કે આ નેતાની રાજકીય કારકીર્દી હવે પુરી થઈ ગઈ છે. તેઓ પરિણામથી ફરી બેઠા થયા છે. જયારે કેટલાક નેતાઓનાં સુરત મધ્યાહને તપી રહ્યા હતા તે અકાળે અસ્ત થઈ ગયા છે.
જો મોદીનો હાથ મજબૂત બને તો ભારત મજબૂત બને આવું અનેક દેશો ઈચ્છતા ન હતા અને મોદી સતાથી વંચિત રહે તેવા ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યા પરંતુ દેશવાસીઓએ ખૂબજ પરિપકવ જનાદેશ આપ્યો છે.
તમામ રાજકીય પક્ષોને રાજી રાખતો અને આંખ ખોલી નાંખતા ચૂંટણી પરિણામ છે. બહુમતીના રોજ કોઈપણ નિર્ણય લેતા રાજકીય પક્ષોને પણ પ્રજાના હિત માટે કામ કરવાની પ્રેરણા આપતો ચૂકાદો છે. જયારે માત્ર પોતાની મતબેંક ટકાવી રાખવા ગંદારૂ રાજકારણ રમતા નેતાઓને પણ સાવચેત રહેવાનો ઈશારો કરતો જનાદેશ છે. કોમી એખલાસને ખતરા મૂકતા નેતાને પણ ઈશારામાં સમજી જવા માટેનો જનાદેશ દેશે આજે દશ વર્ષ બાદ દેશ ફરી ત્રિશંકુ સરકારની કગાર પર છે.
પક્ષ
ગઉઅ
ભાજપ
ટીડીપી
જેડીયુ
ઈંગઉઈંઅ
કોંગ્રેસ
સપા
ડીએમકે
તુણમુલ કોંગ્રેસ અન્ય
2024
292
240
16
12
234
99
37
22
29
18
વધ-ઘટ
(-61)
(-63)
(+13)
(-4)
(+143)
(+47)
(+32)
(-2)
(+6)
(-58)
019
353
303
3
16
91
52
5
24
23
76
પહેલીવાર પરિણામથી ભાજપ, કોંગ્રેસ, પ્રાદેશિક પક્ષો અને પ્રજા બધા જ ખુશ
સબકા સાથ, સબકા વિકાસ
પહેલીવાર એવું પરિણામ આવ્યું છે કે ભાજપ, કોંગ્રેસ, પ્રાદેશિક પક્ષો અને પ્રજા બધા જ ખુશ છે. ભાજપ એટલે ખુશ છે કે તેની સરકાર બનવાની છે. કોંગ્રેસ એટલે ખુશ છે કે તેને સારું પ્રદર્શન કરી વિપક્ષી ગઠબંધનમાં પ્રાણ પૂર્યા છે. સમાજવાદી પાર્ટી, ટીએમસી સહિતના પ્રાદેશિક પક્ષો એટલે ખુશ છે કે તેને વધુ બેઠકો મળી છે. તો પ્રજા પણ એટલે ખુશ છે કે એનડીએ અને ઇન્ડિયા બન્ને મજબૂત સ્થિતિમાં છે એટલે હવે લોકશાહી વધુ જીવંત બનશે. આમ આ પરિણામ એવું છે કે જેમાં ભાજપે પણ ઉજવણી કરી છે. કોંગ્રેસે પણ ઉજવણી કરી છે. ઉપરાંત પ્રાદેશિક પક્ષોએ પણ ઉજવણી કરી છે. વધુમાં પ્રથમવાર ચૂંટણીમાં એવું બન્યું છે કે ચૂંટણીના પરિણામ બાદ ઇવીએમ મશીનમાં ગોટાળા કર્યાના આક્ષેપો થયા નથી.