- ગુજરાતના 58.40 લાખ ખેડૂતોના ખાતામાં 1168 કરોડ જમા
- ગરીબ કલ્યાણ સંમેલન અંતર્ગત વડાપ્રધાન મોદીનો સૌથી મોટો રાષ્ટ્રવાદી સંવાદ કાર્યક્રમ યોજાયો
- રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ જોડાઈને ખેડૂતો સાથે કરી ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ગરીબ કલ્યાણ સંમેલન અંતર્ગત વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.જનકલ્યાણકારી જુદી જુદી 16 થી વધુ યોજનાના લાભાર્થીઓ સાથે ચર્ચા કરી હતી.વડાપ્રધાન કિશાન સમ્માનનિધિ યોજના અંતર્ગત 10 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂપિયા 21 હજાર કરોડથી વધુની રકમ જમા કરવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આ કાર્યક્રમ તમામ રાજ્ય અને જિલ્લા વડા મથક તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પર જીવંત પ્રસારિત થઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કિશાન સન્માન નિધિ યોજના ,ઉજ્જવલા યોજના, જલ જીવન મિશન, સ્વનિધિ યોજના, એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ, ગરીબ કલ્યાણ અન્ન યોજના , આયુષ્યમાન ભારત પીએમ જન આરોગ્ય યોજના ,મુદ્રા યોજના સહિતની યોજનાના લાભાર્થીઓને લાભો આપવામાં આવ્યા હતા.કેન્દ્રીય ઉર્જા અને એનઆરઆઈ મંત્રી આર.કે.સિંહ ભોજપુર થી વર્ચ્યુઅલ જોડાયા હતા.વડાપ્રધાન મોદીએ ગુજરાતના મહેસાણા જિલ્લાના કેટલાક લાભાર્થી સાથે સંવાદ કર્યો હતો.
દેશની સ્વતંત્રતા તથા શહીદ વીરોની યાદમાં સમગ્ર રાષ્ટ્ર “આઝાદીના અમૃત મહોત્સવની” ઉજવણી કરી રહ્યું છે ત્યારે આ મહત્વપૂર્ણ પ્રસંગના ભાગરૂપે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારત સરકારના નવ મંત્રાલયો/વિભાગોને સંલગ્ન અંદાજે 16 યોજનાઓના લાભાર્થીઓ સાથે શિમલા, હિમાચલ પ્રદેશથી સંવાદ કર્યા હતાં. કરોડો લાભાર્થીઓએ આ વિવિધ યોજનાઓનો લાભ લીધો છે તે પૈકી આ ગરીબ કલ્યાણ સંમેલન અંતર્ગત યોજાનાર કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી અનેક લાભાર્થીઓ વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન સાથે સંવાદમાં જોડાયા હતા.
રાજ્ય કક્ષાનો આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને અને ગાંધીનગર મહાનગર પાલિકા મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યઓ સહિતના અન્ય મહાનુભાવની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાશે. મુખ્યમંત્રી તેમજ અન્ય મહાનુભાવ મહાત્મા મંદિર ખાતે લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમાં અંદાજે 8હજારથી વધુ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમા કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલા અમરેલી ખાતે, ડો.મનસુખ માંડવિયા ભાવનગર ખાતે, દર્શનાબેન જરદોશ સુરત ખાતે, ડો. મહેન્દ્ર મુંજપરા ભાવનગર ખાતે અને ડો. એસ.જયશંકર વડોદરા ખાતે ઉપસ્થિત રહેશે અને લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. તે ઉપરાંત જીલ્લા કક્ષાના દરેક કાર્યક્રમમાં 3 થી 4 હજાર લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં વડાપ્રધાન વીડીયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરમા જુદી-જુદી યોજનાઓ સાથે સંકળાયેલા વિવિધ જિલ્લાના કેટલાક લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ વાતચીત કરશે. જે અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મહેસાણા જિલ્લાના કેટલાક લાભાર્થીઓ સાથે પણ વર્ચ્યુઅલ વાતચીત કરી હતી.
છેલ્લા 8 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશના લાભાર્થીને મળ્યા અનેકવિધ લાભ
- 3.15 કરોડ પરિવારોને મળ્યું આવાસ અને સન્માનજનક જીવન
- 2.03 લાખ કરોડ રૂપિયાની કિશાન સન્માન નિધિ મળવાથી 10 કરોડથી વધુ કિશાનો આર્થિક રીતે સશક્ત બન્યા
- 9.22 કરોડ ઉવલા લાભાર્થીઓને ગેસ કનેક્શન મળવાથી જીવન ધુમાડા મુક્ત બન્યું
- 13.78 કરોડ બાળકો અને ગર્ભવતી મહિલાઓને મળ્યું કુપોષણ મુક્ત સમૃધ્ધ તંદુરસ્ત જીવન
- 11.58 કરોડ શૌચાલયોનાં નિર્માણથી લાભાર્થીઓને ગંદકીમાંથી આઝાદી
- 10.78 કરોડ પરિવારોનાં ઘર સુધી સુરક્ષિત અને પર્યાપ્ત પેયજળ પહોંચવાથી જીવન સરળ બન્યું અને ગંભીર બીમારીમાંથી મુક્તિ મળી
- 30 લાખ સ્ટ્રીટ વેન્ડરોને મળ્યું બેન્ક ધીરાણ જેથી આત્મસન્માન નિર્વાહ કરી રહ્યા છે
- 77 કરોડ રાશન કાર્ડ ધારકો આજે વન નેશન વન રાશન કાર્ડ યોજના અંતર્ગત કોઇપણ મુશ્કેલી વગર દેશભરમાં ગમે ત્યાંથી રાશન મેળવી શકે છે
- 7 80 કરોડ લાભાર્થીઓને વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત કોવિડ દરમિયાન મફત રાશન મળ્યું
- 3.44 કરોડ પરિવારોને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પહેલી વાર મળ્યો સુઘડ અને મફત ઇલાજનો હક્ક
- 93.89 કરોડ લાભાર્થીઓને આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ કાર્યક્રમ અંતર્ગત મળી ઝડપી આરોગ્ય સુવિધા
- 35 કરોડ મુદ્દા લોન ધારક આજે સ્વરોજગાર અને આત્મનિર્ભરતાનાં રસ્તે રહ્યા છે.