અવકાશી ક્ષેત્રે પણ સૌનો સા સૌનો વિકાસ સૂત્ર ર્સાક કરતા ઉપગ્રહનું સફળ લોન્ચીંગ
ભારતે શુક્રવારે દક્ષિણ એશિયા કોમ્યુનિકેશન સેટેલાઈટ અવકાશમાં સફળતાપૂર્વક તરતો મુકીને વધુ એક અવકાશી સિધ્ધી મેળવી છે. આ ઉપગ્રહ માત્ર ભારત માટે જ નહીં પરંતુ દક્ષિણ એશિયાના પાડોશી દેશોને પણ ઉપયોગી ાય તે માટે ભારતની આ અમુલ્ય ભેટ તરીકે તરતો મુકવામાં આવ્યો છે. દક્ષિણ એશિયાના દેશોમાં કુદરતી હોનારતોી લઈને વિવિધ પ્રકારની હવામાન સંબંધીત માહિતી તેના મારફતે મળી શકશે. આ ઉપગ્રહનો સંપૂર્ણ ખર્ચ ભારતે જ વહન કર્યો છે. ઈન્ડિયન સ્પેશ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન ઈસરોએ તૈયાર કરેલો કોમ્યુનિકેશન સેટેલાઈટ જીસેટ-૯ ૫૦ મીટર ઉંચા રોકેટ જીઓસીક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલની મદદી અવકાશમાં ભ્રમણ કક્ષામાં તરતો મુકાયો હતો.
મોદીએ ૨૦૧૪ની સાલમાં સ્પેશ ડિપ્લોમશીનું વચન આપ્યું હતું જે વચન આ ઉપગ્રહને તરતો મુકીને પૂરું કરવામાં આવ્યું છે. આ કામગીરી બદલ દક્ષિણ એશિયાના દેશોએ ભારતનો આભાર માન્યો હતો. છેલ્લા બે વર્ષી ઈસરો એક પછી એક મહત્વની સિધ્ધી સર કરી રહ્યું છે ત્યારે ભારતની આ અમુલ્ય ભેટ અન્ય દેશોને પણ ખુબ ઉપયોગી બની રહેશે. વધુમાં સ્પેશ રીસર્ચ બાબતે ભારત એક પછી એક નવી ઉંચાઈઓ સર કરી રહ્યું છે તે પણ આ ઉપગ્રહની સફળતાપૂર્વક પરિક્ષણી દુનિયાભરને જાણ ઈ છે. વધુમાં સૌનો સા સૌનો વિકાસનું સુત્ર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ર્સાક કરવા માટે આ મહત્વનું પગલુ ગણાય રહ્યું છે. છેલ્લા કેટલાક સમયી સૌના ઉપગ્રહ ઉપર ભારત દ્વારા કામગીરી કરાઈ રહી હતી અને ૨૦૧૪માં મોદીએ પણ તમામ દક્ષિણ એશિયાના દેશોને સ્પેશ ડિપ્લોમશીનું વચન આપ્યું હતું.
વધુમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, તમામ દેશોને સો રાખીને વિકાસના કાર્યો કરવામાં આવશે. જીએસએલવી દ્વારા લોન્ચ કરવામાં આવેલા આ ઉપગ્રહી દક્ષિણ એશિયાના દેશોને કુદરતી હોનારતી લઈને વિવિધ બીજી વાતાવરણની ફેરબદલ બાબતે સચ્ચોટ વિગતો મળી રહેશે. આ ઉપરાંત તમામ દેશો પરસ્પર કોમ્યુનિકેશન પણ સાધી શકશે.