દુબઈમાં લલીત મોદી સહિતના પરિવારજનોની મળેલી બેઠક બાદ ભારતમાં કે.કે.મોદીની અસ્કયામતો વેચવા તખ્તો તૈયાર
કલરબાર, બીકોન ટ્રાવેલ્સ અને શૈક્ષણીક ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગોને વહેચવામાં નહિ આવે : લલીત મોદી
દેશમાં રહેલા અનેકવિધ નામાંકિત ઉદ્યોગપતીઓ પોતાના વ્યાપારને વિકસાવવા માટે અનેકવિધ પ્રયત્નો કરતા નજરે પડે છે. ત્યારે ભારતમાં રિલાયન્સ ગ્રુપ સૌથી, મોટુ ગ્રુપ માનવામાં આવે છે,પરંતુ જૂજ લોકોને એ વાતનો ખ્યાલ હશે કે, વિદેશ બહાર રિલાયન્સ નહિ પરંતુ મોદી ગ્રુપ સૌથી મોટુ ગ્રુપ છે. હાલ મળતી વિગતો મુજબ મોદી ગ્રુપ આગામી દિવસોમાં કે.કે. મોદીની ભારતમાં અબજોનાં સંસ્થાનો વેંચી મોદી ગ્રુપ ઉચાળા ભરશે તેવું લાગી રહ્યું છે. આ અંગે પરિવારોની બેઠક નવેમ્બર ૨૦૧૦માં યોજાઈ હતી, જેમાં પરિવારજનોએ સંયુકત રીતે એ વાત પર સહમતી દાખવી હતી અને જણાવ્યુંં હતુ કે, ભારતમાં કે.કે. મોદીની તમામ મીલ્કતોને વહેચી નાખવામાં આવશે.
હાલ દેશમાં ફોરેન ડાયરેકટર ઈન્વેસ્ટમેન્ટ તરફ સરકાર વિચારી રહી છે, ત્યારે ભારતનાં ઉદ્યોગપત્રિઓ પોતાની સંપતી વહેચી વિદેશ ચાલ્યાજતા હોઈ છે. ત્યારે ‘મોદી કેર’ શા માટે નહિ? કે.કે. મોદી પરિવાર ટ્રસ્ટ ગોડફ્રે ફીલીપ્સ ઈન્ડિયા, તથા વેલનેશ વ્યાપાર સાથે જોડાયલે ‘મોદીકેર’ કંપનીને વહેંચી નાખવા માટેનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ આ તમામ પ્રક્રિયા આગામી ૧ વર્ષમાં પૂર્ણ કરવાની પણ તૈયારી કરી હોવાનું સામે આવી રહ્યું છે. આ મુદાને લઈ આઈપીએલનાં ભૂતપૂર્વ ચેરમેન લલીત મોદીએ ટવીટ કરતા જણાવ્યું હતુ કે ગ્રુપનાં ત્રણ ટ્રસ્ટીઓ વ્યાપારને વહેચવા તૈયાર નથી, પરંતુ જે નામનાં અને શાખ માદી ગ્રુપની ઉભી થઈ છે. તેને ટકાવી રાખવામાં ઉણપ જોવા મળી શકે છે. જે હેતુસર વ્યાપાર અને બીઝનેશની સંપતીઓને વહેચવાનો નિર્ણય લેવાયો છે.
આ તકે લલીત મોદીએ ટવીટ કરતા વધુમાં જણાવ્યુ હતુકે, માત્રને માત્ર કલરબાર, બીકોન ટ્રાવેલ્સ અને શૈક્ષણીક પ્રવૃત્તિ સાથે જોડાયેલા બીઝનેશને વહેચવામાં નહી આવે જે મોદી પરિવાર દ્વારા જ ચલાવવામાં આવશે વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, બીના મોદીની ક્ષમતા નથી કે, તે ઉદ્યોગ ચલાવી શકે, અને કોઈપણ કારણોસર જો મોદી બીઝનેશ ગ્રુપની વેલ્યૂમાં ઘટાડો થાય તે યોગ્ય ના ગણી શકાય હાલ મોદી ગ્રુપ દ્વારા હાઈએસ્ટ બીડરોને સંપતી વહેચવાની કામગીરી સોંપવામાં આવી છે.જેનું સંચાલન ગ્રુપનાં સીઈઓ આર.કે.મલ્હોત્રા દ્વારા કરવામાં આવશે.આ તકે એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, મોદી સરકાર દ્વારા જે રીતે ઉદ્યોગ અને ઉદ્યોગપતીઓની કેર કરવામાં આવી જોઈએ તે થઈ શકતી નથી જેથી આ પ્રકારનાં પગલાઓ ઉદ્યોગપતીઓ દ્વારા લેવામાં આવી રહ્યા છે.