મોદી સોશિયલ મીડિયાનો ઉપયોગ છોડે તો સોશિયલ મીડિયા કંપનીઓને ભારે ખોટ વાની સેવાતી શકયતા
હાલમાં ચીનમાંથી પ્રસરેલો કોરોના વાઈરસ વિશ્ર્વભરમાં ફફડાટ ફેલાવી રહ્યો છે. વિશ્ર્વના અનેક દેશો ઝડપભેર તેની ઝપટમાં આવી રહ્યા છે.જેથી, કોરોના વાઈરસનું નામ સાંભળતા દરેક દેશોની સરકાર એલર્ટ થઈ રહી છે. છેલ્લા થોડા સમયથી વોટસએપ, ફેસબુક, ટવીટર અને ઈન્સ્ટ્રાગ્રામ વગેરે જેવા સોશ્યલ મીડીયા દ્વારા વાઈરલ થતી અફવા અને ધિકકારના કારણે આ વાઈરલ ‘વાઈરસ’ સમાન બની રહ્યા છે. જેમ કોરોના વાઈરસ ટપોટપ માનવ જીંદગી ભરખી રહ્યો છે .તેમ સોશ્યલ મીડીયા પણ વાઈરલ થતા ધિકકાર અફવાના કારણે માનવ જીવનને ભરખી રહ્યું છે. જેથી, કોરોનોની જેમ સોશ્યલ મીડીયાનો ‘વાઈરસ’ ભરખે તે પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાવચેત ઈને હવે તમામ સોશ્યલ મીડિયાનો ઉપયોગ બંધ કરવાની જાહેરાત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોશ્યલ મોદીના મહત્વ ઉપયોગ કરવા માટે વિશ્ર્વભરના તમામ નેતાઓમાં અગ્રેસર છે. ત્યારે તેમણે સોશ્યલ મીડિયાના તમામ એકાઉન્ટ બંધ કરવા નિર્ણયી સોશિયલ મીડિયાને કદાચ મોટું નુકસાન થયું નહીં હોય જે પીએમ મોદીના નિર્ણયથી થઇ શકે છે કારણ કે તેઓ માત્ર દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશના વડાપ્રધાન જ નથી પરંતુ સોશિયલ મીડિયાની સૌથી લોકપ્રિય હસતીઓમાં સામેલ છે, તેમના ફોલોઅર્સની સંખ્યા કરોડોમાં છે. પીએમ મોદીએ સોમવારે રાત્રે ટ્વીટ કરી કહ્યું કે તેઓ સોશિયલ મીડિયાના પોતાના એકાઉન્ટને છોડવાનો વિચાર કરી રહ્યા છે. તેમના આ ટવીટી તેમના ચાહકોમાં ખૂબ નિરાશા વ્યાપી ગઇ છે. તો બીજીબાજુ સોશિયલ મીડિયા કંપનીઓ ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ અને ઇંસ્ટાગ્રામના માલિકોને પણ પરેશાન કરી શકે છે. મોદીની એક ટ્વિટે આ કંપનીઓનો પરસેવો છોડાવી દીધો છે!
ચૂંટણી જીતમાં પીએમ મોદી અને તેમની પાર્ટી ભાજપની સફળતાની પાછળ સોશિયલ મીડિયા મોટું કારણ રહ્યું છે જે પ્રજા અને તેમની વચ્ચે કનેકટ કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. ચૂંટણી કેમ્પેઇન હોય કે સ્કૂલના બાળકો સાથે સંવાદ, તેમણે તેમના માટે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કર્યો છે. પીએમ મોદીએ એક નવી પ્રાની શરૂઆત કરી હતી. જેને બીજા નેતાઓએ પણ અનુસરણ કર્યું. તેમની સફળતામાંથી શીખ મેળવતા કેટલાંય નેતાઓએ પોતાને સોશિયલ મીડિયા સાથે જોડ્યા. અત્યાર સુધીમાં તમામ પાર્ટીઓના પોતાના આઇટી સેલ સુદ્ધાં ઉભા થઇ ચૂકયા છે તો દિવસભર સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ટ્રેન્ડ અને સમાચારોનું મોનિટરિંગ કરતા રહે છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પીએમ મોદી બાદ ઘણા સમય પછી સોશિયલ મીડિયા સાથે જોડાયા છે. પીએમ મોદી સોશિયલ મીડિયા કંપનીઓ માટે ભારતમાં એકતરફી બ્રાન્ડ એમ્બેસેડર બની ચૂકયા છે. તેમની લોકપ્રિયતા જ છે કે ભારત આવવા પર સોશિયલ મીડિયા કંપનીઓના માલિક તેમની મુલાકાત કરે છે અને અમેરિકાના પ્રવાસ પર ફેસબુક ચીફ માર્ક ઝકરબર્ગે તેમને પોતાના હેડક્વાર્ટર્સ આવવા માટે આમંત્રણ આપ્યું હતું. સોશિયલ મીડિયા કંપનીઓના મનમાં એ ચિંતા પણ પેસી ગઇ છે કે કયાંક ભારત કંપની તો શરૂ નથી કરવા જઇ રહીને. એવી અટકળો પણ છે કે પીએમ મોદી હવે માત્ર નમો એપથી જ પ્રજા સાથે સંવાદ કરી શકે છે. ફેસબુક, ટ્વિટર જેવી સોશિયલ મીડિયા કંપનીઓને ડર ઉભો થાય તે સ્વાભાવિક છે કારણ કે પીએમ મોદી કેટલાંય મોકા પર ફેક ન્યૂઝ પર લગામ લગાવાની અપીલ આ કંપનીઓને કરી ચૂક્યા છે પરંતુ આ અપીલની કોઇ અસર દેખાઇ નથી. બની શકે કે પીએમ મોદીની આ ટ્વીટ એ કંપનીઓ પર દબાણ બનાવાની કોશિષ છે. પરંતુ જો તેનાથી ઉલટુ ભારતે પોતાની કંપની શરૂ કરી અને પીએમ મોદી તેની સાથે જોડાય છે તો ચોક્કસ તેમના ફોલોઅર્સ અને બીજા દેશવાસીઓ પણ આ રૂખ અપનાવશે. તેનાથી એ સોશિયલ મીડિયા કંપનીઓની લોકપ્રિયતા ભારત અને દુનિયામાં વધશે તેનાથી સ્વાભાવિક છે કે ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ અને ઇંસ્ટાગ્રામની લોકપ્રિયતા પર અસર પડી શકે છે.
વડાપ્રધાન મોદીના તમામ સોશિયલ મીડિયા પર કરોડો ફોલોઅર્સ છે
૧૩૦ કરોડની વસતીવાળા ભારત સોશિયલ મીડિયા કંપનીઓ માટે મોટું બજાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્ર્વની સૌથી લોકપ્રિય નેતાઓમાંથી એક છે તેમના કરોડો ફોલોઅર્સ છે. તેઓ દેશના એ નેતાઓમાં છે જેમણે સોશિયલ મીડિયાનો ઉપયોગ એક દાયકાથી પણ વધુ સમય પહેલાં શરૂ કરી દીધો હતો. તેઓ તેના મહત્વને સમજયા હતા કે કંઇ રીતે સામાન્ય પ્રજા સાથે જોડાઇ શકાય છે. પીએમ મોદીની એક-એક ટ્વીટ અને ફેસબુક પોસ્ટની હજારોની સંખ્યામાં લોકો લાઇક અને રિટ્વીટ કરે છે. લોકો તેમની એક-એક પોસ્ટ પર નજર રાખે છે. યુટ્યુબ પર તેમના એક-એક વીડિયોને લાખો લોકો જુએ છે. વડાપ્રધાન મોદીના ફેસબુક પર ૪.૪ કરોડથી વધુ, ઇંસ્ટાગ્રામ પર ૩.૫ કરોડ, ટ્વિટર પર ૫.૩ કરોડથી વધુ ફોલોઅર્સ છે તો યુટ્યુબ પર તેમના ૪૫ લાખ સબક્રાઇબર છે. મોદીના સોશિયલ મીડિયા ફોલોઅર્સની સંખ્યા દુનિયાના કેટલાંક દેશોની વસતીથી પણ વધુ છે તો આ હેન્ડલને બંધ કરવા પર સોશિયલ મીડિયા કંપનીઓ પર ચિંતાનાં વાદળો ઘેરાય જવાની સંભાવના વ્યકત થઈ છે.