અગાઉ જવાહરલાલ નહેરૂ, ઈન્દિરા ગાંધી અને મનમોહનસિંહ પાંચ વર્ષની ટર્મ પુરી કર્યા બાદ ફરી વડાપ્રધાનપદે ચૂંટાઈ આવ્યા હતા
વડાપ્રધાનપદે પાંચ વર્ષની ટર્મ પુરી કર્યા બાદ ફરી પ્રધાનમંત્રી બનનાર નરેન્દ્રભાઈ મોદી દેશનાં ચોથા રાજનેતા બનવા જઈ રહ્યા છે. અગાઉ જવાહરલાલ નહેરૂ, ઈન્દિરા ગાંધી અને મનમોહનસિંહ આવું કરવામાં સફળ રહ્યા હતા. દેશનાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહે‚ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ થી ૨૭ મે ૧૯૬૪ સુધી વડાપ્રધાનપદે રહ્યાં હતા. જયારે તેઓનાં પુત્રી ઈન્દિરા ગાંધી ૧૪ જાન્યુઆરી ૧૯૬૬ થી ૨૪ માર્ચ ૧૯૭૭ સુધી વડાપ્રધાન તરીકેની જવાબદારી નિભાવી હતી ત્યારબાદ એકપણ વડાપ્રધાન એવા ન હતા કે જેઓ એક ટર્મ પૂર્ણ કર્યા બાદ ફરી પ્રધાનમંત્રી બન્યા હોય જોકે મનમોહનસિંહ આવું કારનામું કરવામાં સફળ રહ્યા હતા તેઓ ૨૦૦૪માં પ્રધાનમંત્રી બન્યા હતા અને ત્યારબાદ ૨૦૦૯માં ફરી ટર્મ પુરી કર્યા બાદ ફરી પ્રધાનમંત્રી તરીકે ચુંટાઈ આવ્યા હતા. નરેન્દ્રભાઈ મોદી એવા છે જે ટર્મ પુરી કર્યા બાદ ફરી પીએમ બનશે. દેશનાં અત્યાર સુધી બનેલા પ્રધાનમંત્રીઓમાં જવાહરલાલ નહેરૂ, લાલબહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, ચરણસિંગ, રાજીવ ગાંધી,વી.પી.સિંગ, ચંદ્રશેખર, પી.વી.નરસિમ્હા રાવ, અટલબિહારી બાજપાઈ, એચ. ડી. દેવબોડા, આઈ. કે. ગુજરાલ અને મનમોહનસિંહનો સમાવેશ થાય છે.