રાજ્યસભાના ચાર સાંસદોનો આજરોજ કાર્યકાળ પુરો થયો હતો. આજે વિદાયમાન આપતી વખતે વડાપ્રધાન મોદી ભાવુક થઈ ગયા હતા. મોદીના આંખમાં ઝળઝળીયા આવી ગયા હતા. તેમણે સંસદમાં ગુલામ નબી આઝાદના વખાણ કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ આજે રાજ્યસભાના સંબોધીત કર્યું હતું. હા તેમણે આતંકી ઘટના બાદ ઉભા થયેલા સંજોગો યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, તે સમયે ગુલામ નબી આઝાદ સાથે ફોન ઉપર વાત થઈ હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, ગુજરાતના યાત્રિકો ઉપર જ્યારે આતંકવાદી હુમલો થયો ત્યારે સૌથી પ્રથમ ફોન તેમણે ગુલામ નબી આઝાદનો જ આવ્યો હતો. આ ફોન માત્ર સુચના દેવા માટે નહીં ગુલામ નબી આઝાદ રોઈ પડ્યા હતા.
રાજયસભામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યુ હતું. આજે જન્મુ કાશ્મીરના ગુલામ નબી આઝાદ સહિતના ચાર સાંસદ નિવૃત થયા છે. જમ્મુ કાશ્મીરના સાંસદ ગુલામ નબી આઝાદ, શમશેર સિંહ, મીર ફયાર્જ અને નામીર અહેમદની આજે મુદત પૂર્ણ થઇ છે અને હવે ચારેય સાંસદો નિવૃત થયા છે.
વડાપ્રધાન મોદીએ પોતાના પ્રવચનમાં જમ્મુકાશ્મીરના સાંસદ ગુલામ નબી આઝાદને સલામ કરી તેમની સાંસદ તરીકેની કામગીરીને બિરદાવી હતી.
શીખેલુ જીવનભર કામ લાગે છે. સાંસદ તરીકે જે શીખવા મળ્યું છે જે અનુભવ થયો છે તે જીવનમાં કામ લાગશે. તેમ કહી વડાપ્રધાન ભાવુક થઇ ગયા હતા. વાતો વાગોળતી વખતે મોદીની આંખમાં આંસુ આવી ગયા હતા. જમ્મુ કાશ્મીરના જે ચાર સાસદો નિવૃત થયા છે તેમાં પીડીપીના-૨, ભાજપ અને કોંગ્રેસના એક એક સભ્ય છે.