નરેન્દ્ર મોદી આજે વારાણસી પહોંચી ગયા છે. નોંધનીય છે કે, સાંસદ મોદીએ 7 નવેમ્બરે 2014માં જે ટ્રેડ ફેસેલિટી સેન્ટરની આધારશિલા રાખી હતી આજે તે જ ટ્રેડ ફેસિલીટી સેન્ટરનું ઉદ્ધાટન કરવાના છે. તેમની આ બે દિવસની યાત્રા દરમિયાન તેઓ 17 જેટલી યોજના ઓની શરૂઆત કરવાના છે. આ દરમિયાન તેઓ રૂ.305 કરોડના ખર્ચે 43,445 સ્ક્વેર મીટરમાં બનાવવામાં આવેલા ટ્રેડ સેન્ટરનું પણ ઉદ્ધાટન કરશે. આ ટ્રેડ સેન્ટરથી વારાણસી અને તેની આસપાસના જિલ્લા સાથે જોડાયેલા 60 હજાર વણીક પરિવારોને ફાયદો થશે.
ટ્રેડ સેન્ટરના ત્રણ ફ્લોર આવેલા છે, ફર્સ્ટ ફ્લોર પર 13 માર્ટ, 2 એટીએમ, ગેલરી, 2 રેસ્ટોરન્ટ, 14 દુકાનો, લોંજ, સિલ્ક ગેલરી, કારપેટ ગેલરી, હિસ્ટ્રી અને મ્યૂઝિક ગેલરી.સેકન્ડ ફ્લોર પર ટ્રેડ સેન્ટર, ગેસ્ટ રુમ, વેપાર અને સૂચનાના રાષ્ટ્રીય કેન્દ્ર, 4 દુકાનો, 15 ડોરમેટ્રી, ઓફિસ, લાઈબ્રેરી, રેકોર્ડ રુમ અને ફિલ્મ હોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.તથર્ડ ફ્લોર પર 13 ઓફિસ અને વેપાર કેન્દ્ર સિવાય 15 ગેસ્ટ હાઉસ, કોમન હોલ, પેન્ટ્રી અને ઓફિસ બનાવવામાં આવી છે.તેમજ અમેરિકાથી મંગાવવામાં આવી ખુરશીઓ,
કોન્ફરન્સ હોલમાં જે ખુરશીઓ લગાવવામાં આવી છે તે અમેરિકાથી મંગાવવામાં આવી છે. અહીં એક લાઈનમાં 103 લોકો બેસી શકસે.કુલ 618 લોકો બેસી શકસે, જેમાં મલ્ટિપ્લેક્સ જેવી ફિલીંગ આવશે. તેને સેટ કરવા માટે થોડા દિવસ પહેલાં અમેરિકાથી 3 એક્સપર્ટ પણ આવ્યા હતા.વારાણસીથી વડોદરા ન્યૂ મહામના ટ્રેનનું ઉદ્ધાટન કરશે. તે દર શુક્રવારે સવારે 6.10 વાગે વારાણસીથીવડોદરા આવશે.
– કઝ્ઝાકપુરા ઉપકેન્દ્ર અને છ ઉપકેન્દ્રોની ક્ષમતા: 16.20 કરોડનો પ્રોજેક્ટ
– ગરથૌલી ઉપકેન્દ્ર: 7 કરોડ
– સામને ઘાટ પુલ: ગંગા નદી પર 90 કરોડથી વધારે કિંમત વાળો 923.50 મીટર લાંબો પુલ
– ઉત્કર્ષ બેન્કની ઓફિસ
– માલવિય એવિક્સ સેન્ટર, બીએચયુ: 15 કરોડ
– ડી- સેન્ટ્રલાઈઝ્ડ વેસ્ટ ટુ એનર્જી, એસપીટી: 2 કરોડ
– દુર્ગાકુંડનું રિનોવેશન: 2.58 કરોડ
– લક્ષ્મીકુંડનું રિનોવેશન: 1.80 કરોડ
– સામુદાયિક સ્વાસ્થય કેન્દ્રમાં 30 બેડની મેટરનિટી વિંગ: 2.77 કરોડ
– ચોલાપુરમાં 80 વ્યક્તિઓ માટે બેરેક નિર્માણ: 1.25 કરોડ
– બુદ્ધા થીમ પાર્ક, સારનાથ: 2.56 કરોડ
– સારંગનાથ તળાવનું રિનોવેશન: 2.92 કરોડ
– ગુરુધામ મંદિર: 0.82 કરોડ
– માર્કંડેય મહાદેવ મંદિર અને ગંગાઘાટનું રિનોવેશન: 3.03 કરોડ
– રાજકીય પશુધન અને કૃષિ પ્રક્ષેત્ર આરાજીલાઈન્સનું રિનોવેશન: 3.65 કરોડ
મોદી 2 દિવસમાં કરશે 17 યોજનાઓનું ઉદ્ધાટન
બે દિવસની મુલાકાત દરમિયાન મોદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે, કાપડ, નાણાકીય, પર્યાવરણ અને સ્વચ્છતા, પશુપાલન, સંસ્કૃતિ અને આધ્યાત્મિક્તા સાથે જોડાયેલી ઘણી યોજનાઓની શરૂઆત કરશે. આ બે દિવસમાં પીએમ અંદાજે 17 યોજનાઓની શરૂઆત કરશે.