વર્લ્ડ ઈકોનોમીક ફોરમ હેઠળની વૈશ્ર્વિક નેતાઓની બેઠક અર્થતંત્ર માટે નિર્ણાયક બનશે
સ્વીત્ઝરલેન્ડના દાઓસ ખાતે આગામી ૨૨મીએ વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક થશે. આ મીટીંગ પર વિશ્ર્વની મીટ મંડરાયેલી છે.
અમેરિકામાં આર્થિક સુધારા માટે ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ ભારતમાં આર્થિક સુધારા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝડપી પગલા લીધા છે. બન્ને દેશો વચ્ચેના સંબંધો ગાઢ બન્યા છે. આ બેઠકમાં ભારત સરકારના ૬ કેન્દ્રીય મંત્રીઓ, ૨ મુખ્યમંત્રીઓ તેમજ સરકારના ટોચના અમલદારો સહિત કુલ ૧૦૦ વ્યક્તિઓ હાજર રહેશે. વલ્ડ ઈકોનોમીક ફોરમની આ બેઠકમાં વડાપ્રધાન મોદી ૧૯૯૭માં દેવગોડા બાદ પ્રથમ વડાપ્રધાન હશે જેઓ ભાગ લેશે. માટે આ બેઠક પર સમગ્ર વિશ્ર્વનું ધ્યાન કેન્દ્રીત થયું છે.