વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના રાષ્ટ્રપતિ પણ ફોલો કરે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ક્રિકેટના લિજેન્ડ સચીન તેંડુલકર વર્ષ ૨૦૧૭ માં સોશિયલ મિડિયા પર સૌથી વધુ ચર્ચાતા સંસદ સભ્ય બન્યા છે. જેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા સભ્યોના બહુચર્ચીત સભ્ય બન્યા હતા ત્યારે સચીત તેડુલકર ફેસબુક પર રાજય સભાના બહુચર્ચીત સભ્યો બન્યા છે.
આ રેન્કીંગ તમાની શેર, કોમેન્ટો અને રિએકશન દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ રેન્કીંગમાં આર.કે. સિન્હા, અમીત શાહ, અસોદુદીન કુવેશી અને ભગવંત મન રહ્યા છે. ત્યારે ફેસબુક પર નરેન્દ્ર મોદી બહુચર્ચિત રહ્યા છે. જેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ફોલો કરે છે.
આ ઉપરાંતના ટોચના મંત્રીઓ પણ તેને ફોલો કરે છે જેને સોશિયલ મિડિયા પર ૧૩૭.૫ કરોડ ફોલોવર્સ છે. આ વર્ષે બહુચર્ચીત ટોપ રેન્કીંગમાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ પોપ્યુટર બન્યા છે જેને રાજસ્થાન સીએમ વસુંધરા રાજે પણ ફોલો કરે છે.
રસપ્રદ વાત તો એ છે કે રાજકીય પાર્ટીઓમાં પહેલું ક્રમ ધરાવતા ભાજપને પણ આમ આદમી પાર્ટી ફોલો કરે છે. ત્યારે કોંગ્રેસ સોશિયલ મિડીયામાં ત્રીજા ક્રમે છે.