ગુજરાત અને હિમાચલના ચુંટણી પરિણામો બાદ હવે તમામની નજર 2018માં થનારી આઠ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પર છે, જેમાં કર્ણાટકની ચૂંટણી સૌથી મહત્વની મનાઈ રહી છે. બંને પાર્ટીઓ હવે કર્ણાટકમાં થનારી ચૂંટણીની રણનીતિ બનાવવામાં લાગી ગઈ છે.
કર્ણાટક ઉપરાંત, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ તેમજ રાજસ્થાન અને મિઝોરમમાં પણ વિધાનસભા ચૂંટણી થવાની છે.
બંને પાર્ટીઓ હાલ તો પોતપોતાની જીતનો દાવો કરી રહી છે. રાજકીય વિશ્લેષકોનું માનીએ તો, આ ચૂંટીમાં ભાજપ પોતાનું હિન્દુત્વ કાર્ડ ઉતારી પ્રચાર કરશે, જ્યાર સિદ્ધારમૈયાના નેતૃત્વમાં કોંગ્રેસનું જોર વિકાસ કાર્ડ પર રહેશે. સીએમ સિદ્ધારમૈયાનું કહેવું છે કે, અમારો પક્ષ ગુજરાતમાં ભલે હાર્યો, પણ તેણે ભાજપને આકરી ટક્કર આપી છે. ગુજરાતની ચૂંટણી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની વિજય યાત્રાનું પહેલું ચરણ છે. કર્ણાટકમાં પણ અમારી જીત નિશ્ચિત છે, અને આ જીત રાહુલને અમારા તરફથી એક ભેટ હશે.