૧૭મી નવેમ્બરે બ્રીક્સની ૧૨મી બેઠક યોજાશે:વૈશ્વિક સ્થિતિ સુરક્ષા અને વિકાસના ભવિષ્યની ચર્ચા થશે
બ્રિકસ બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાયના અને સાઉથ આફ્રિકાની બેઠક ૧૭મી નવેમ્બરે મળશે અને તેમાં વેશ્ર્વિક સ્થિતિ સુરક્ષા અને વિકાસ માટેના ભાવિ આયોજનોની ચર્ચા થશે સત્તાવાર રીતે જારી કરવામાં આવેલી યાદીમાં રશિયાના એસ.સી.ઓ. ના પ્રમુખે બ્રિકસની આ બેઠકમાં રાજકિય સ્થિરતા સલામતિ અને વિકાસ લક્ષી હોવાનું જણાવાયું છે. આ બેઠકની અઘ્યક્ષતા રશિયાના પ્રમુખને આપવાનો હેતુ બ્રિકસના દેશોનું સંગઠન વધુ મજબુત કરી વિકાસને આગળ લઇ જવામાં ૨૦૨૦ નું નેતૃત્વ આપવામાં આવ્યું છે. જાન્યુ. ૨૦૨૦ થી અત્યાર સુધીમાં ૬૦ જેટલાં કાર્યક્રમો વિડીયો કોન્ફરન્સના માઘ્યમથી યોજાઇ હતી.
પ્રમુખના સલાહકાર એન્ટોનકોલીયા કોવેએ જણાવ્યું હતું કે બ્રિકસના ચેરમેનને ૧રમી પરિષદ ૧૭મી નવે. યોજવાનું નકકી કરાયું છે.
વધુમાં જણાવાયું હતું કે આ બેઠક ઝવેલ ઇન ક્રાઉન ઇવેન્ટ બેઠક તરીકે રશિયાના નેતૃત્વમાં યોજાશે જેમાં સહયોગી મિત્ર રાષ્ટ્રો વચ્ચે પરસ્પર સહકારની ભાવના વધુ વિસ્તૃત બનશે.