અમદાવાદ–મુંબઇ વચ્ચે ૨૨૦૦થી બુલેટ ટ્રેન દોડાવવાનો ટાર્ગેટ
જાણાનનાં વડાપ્રધાન શીન્ઝો આબે જયારે પ્રથમ વખત ભારત પ્રવાસે ૧૩ સપ્ટેમ્બરના રોજ ર દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના આંગણી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમદાવાદની સડકો પર રોડ શોમાં ઘુમશે. આ રોડ શો અમદાવાદના એરપોર્ટથી શરૂ કરવામાં આવશે જે કુલ ૮ કી.મી. લાંબી હશે જે ખાસ ઉત્સવ તરીકે મનાવવામાં આવશે. આ અર્ંતગત અલગ અલગ ૨૮ સ્થળોએ ગીત, નૃત્ય દ્વારા મનોરંજનથી ભારતીય સંસ્કૃતિની ર૮ રાજયોના ડાન્સર્ર ની કળાની જલક આપવામાં આવશે. આ રૂટમાં સાબરમતિ રીવરફરન્ટ તેમજ રજવાડાનું સ્મરણ કરાવતી સિદી સૈયદની જાડી જે વિશ્ર્વભરમાં કલા નકશી માટે પ્રખ્યાત છે તે ખાસ આર્કષણનું કેન્દ્ર બનશે., ત્યારબાદ સંઘ્યા દરમ્યાન મહાત્મા ગાંધીના ૧૯૧૭ થી ૧૯૩૦ ના નિવાસસ્થાન સાબરમતિ આશ્રમે વિરામ લેશે ત્યારબાદ મોદી અને આબે અમદાવાદના અગાશિએ રેસ્ટોરનટમાં ડિનર લેશે. ૧૪ સપ્ટેમ્બરના રોજ શીન્ઝો આબેના પ્રવાસનું લક્ષ્ય હાઇ સ્પીડ રેલ પ્રોજેકટ મુંબઇ-અમદાવાદ ટેન માટે ગાંધીનગરમાં સમીટનું આયોજન કરવામાં આવશે. જેમાં કઇ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તે બાબત મહત્વની છે. આ પ્રોજેકટમાં ૮૮ ટકા જેટલી સોફટ લોન અાપી રહ્યું છે.
જેનો સફળતાપૂર્વક અંજામ ઓગસ્ટ ૧૫ ના રોજ ૨૦૨૨ માં આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માનવું છે કે ભારતના એન્જીનીયરો આ પ્રોજકટને અપનાવવા સક્ષમ છે. જેનો રેલવે ટ્રેક ૩૦૮ કી.મી. ૧,૧૦,૦૦૦ કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જેમાં જાપાન ભારતને ૮૮,૦૦૦ કરોડની લોન આપી રહ્યું છે. આ પ્રોજેક ૧૫ લાખ લોકોને વેતન અપાવશે. ભારતમાં સૌથી સસ્તી અને સારી બુલેટ ટ્રેન બનવા જઇ રહી છે. જે યાણે, બોઇસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ સહીતના ગામોના પ્લેટ ફોર્મ પર જોવા મળશે. જે ૩૨૦ કી.મી. પ્રતિ કલાકે લોકોને સફર કરાવશે.