રશિયા-યુક્રેન યુદ્ધ અને ઇન્ડો પેસિફિક વિસ્તારોના વિકાસ અર્થે બેઠક યોજાશે
રશિયા યૂક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈ સમગ્ર વિશ્વ એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે આ બંને દેશો વચ્ચે જ્યારે યુદ્ધ પૂરો થશે અને અર્થ વ્યવસ્થા ડામાડોળ થઇ છે તે ક્યારે ફરી સુદ્રઢ બનશે. આ મુદ્દાને ધ્યાને લેતા અનેકવિધ દેશોએ દ્વિપક્ષીય બેઠક ઓપન યોજી હતી અને કોઈ યોગ્ય નિષ્કર્ષ આવે તે અંગે ચર્ચા વિચારણા પણ કરી હતી પરંતુ કોઈ જ ફાયદો હજુ સુધી આવ્યો નથી.
આ સ્થિતિને ધ્યાને લઇ આગામી સપ્તાહમાં કવોડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ બેઠક દરમિયાન મંગળવારના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ બિડેન વચ્ચે પણ મંગલકારી બેઠક યોજાશે તેવી શક્યતા સેવાઇ રહી છે. પરંતુ આ બંને દેશો વચ્ચેની બેઠક નો એ છે કે ઈન્ડો પેસિફિક સાથોસાથ જે વૈશ્વિક પરિબળો અસર કરતા સાબિત થયા છે તેમાં અને અમેરિકા વચ્ચે નું વલણ ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવશે . બંને દેશો વચ્ચે આર્થિક વૃદ્ધિ થાય અને વ્યાપારી સંબંધો વધુ ગાઢ બને તે દિશામાં પણ દ્વિપક્ષીય બેઠક યોજાશે.
રશિયા યૂક્રેન ના યુદ્ધમાં નાટોની સાથે યુરોપિયન યુનિયન દેશોની ભૂમિકા પણ ખૂબ જ મહત્વની રહી હતી જ્યારે અમેરિકાની વાત કરવામાં આવે તો અમેરિકા સાથે જ એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કે રસિયા યુદ્ધ બંધ કરે અને તેઓએ તેમની તરફેણ યુક્રેન તરફ દાખવી હતી. પ સામે ભારત દેશ કોઈપણ પક્ષે સાથ લીધા વગર પોતાના વિચાર અને પોતાના સ્થાન ઉપર અડગ રહ્યું હતું અને તેમનું એક જ માનવું હતું કે યુદ્ધ થવાથી આર્થિક નુકશાની સાથોસાથ સામાજિક અસર પણ ખુબ મોટી જોવા મળશે જેથી બન્ને દેશોએ આ મુદ્દાને ધ્યાને લઇ યુદ્ધ પૂર્ણ કકરવો જોઈએ.
રશિયા યૂક્રેન ના યુદ્ધની સ્થિતિ વધારે ભાર તે પોતાનું એક આગવું સ્થાન પણ સમગ્ર વિશ્વમાં ઉભું કરવામાં સફળતા હાંસલ કરી છે અને સમગ્ર વિશ્વ નું માનવું છે કે આ બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે તેને નિવારવામાં માત્રને માત્ર ભારત જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે. તે આવતા સપ્તાહમાં જે કૂવો બેઠકનું આયોજન થવા જઈ રહ્યું છે તેમાં ભારત-અમેરિકા વચ્ચે આ મુદ્દે પણ ગંભીરતાપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ઈન્ડો પેસિફિક વિસ્તારોની સાથોસાથ જે વૈશ્વિક સમસ્યાઓ ઊભી થઇ છે તેને સાંપ્રત વિચારો સાથે તેનો હલ કેવી રીતે લાવી શકાય તે દિશામાં પણ ચર્ચા હાથ ધરાશે.
બીજી તરફ ભારત અમેરિકાની સાથોસાથ જાપાન અને ઓસ્ટ્રેલિયાના દેશો સાથે પણ વિચાર-વિમર્શ કરશે અને કઈ દિશામાં વ્યાપાર વૃદ્ધિ આગળ વધારી શકાય તે અંગે પણ વાર્તાલાપ યોજાશે. કવોડ બેઠકનો મુખ્ય કારણ એ છે કે હાલ જે અર્થવ્યવસ્થા સંકટમાં જોવા મળી રહી છે જે પ્રશ્નો ઊભા થયા છે તેને ઝડપભેર નિવારવા માટે દરેક દેશો સાથે તેના સંબંધો વધુ ગાઢ બને અને તેઓ એકબીજાને સમજી શકે તે દિશામાં દરેક પગલાઓ ભરવામાં આવે ત્યારે આગામી સપ્તાહે યોજાનાર બેઠક સમગ્ર વિશ્વ માટે અને ખાસ ભારત અને અમેરિકા માટે મંગલકારી નીવડશે.