બંને અધિકારીઓ છ માસમાં જ નિવૃત્તિ અને નિયુકિતનો નિયમ આગળ ધરીને બંનેના નામ કાપી નખાયા
ગઇકાલે સીબીઆઇના નવા વડાની પસંદગી કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અઘ્યક્ષ સ્થાને મળેલી બેઠક સમયે કમિટીના એક સભ્ય તરીકે ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાએ સરકારને નિયમ બતાવીને તેની પસંદગીના વડાની નિયુકિતનો છેદ ઉડાડી દીધો હતો અને તેની સાથે ત્રણ નામો જે અત્યાર સુધી ચર્ચામાં ન હતા તેની પેનલ બનાવવાની ફરજ પડી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઇકાલે 90 મિનિટ સુધી ચાલેલી બેઠકમાં ચીફ જસ્ટીસ શ્રી રામન્નાએ આ નિયુકિતમાં નિયમ બતાવ્યો હતો કે જે અધિકારીની છ માસ કે તેથી ઓછી બાકી હોય તેને સીબીઆઇના વડાની નિયુકિતમાં વિચારાશે નહી અને આથી જ ચીફ જસ્ટીસે દર્શાવેલા આ એક જ નિયમથી ગુજરાતના કેડરના અધિકારી રાકેશ અસ્થાના કે જેઓ હાલ બીએસએફના વડા છે. તેઓ તા.31 ઓગષ્ટના રોજ નિવૃત થઇ રહ્યા છે.
આ ઉપરાંત નેશનલ ઇન્વેસ્ટીગેશનના વડા વાય.સી.મોદી તા.31 મેના રોજ નિવૃત થઇ રહ્યા છે. તે બંનેના નામ પડતા મૂકવાની સરકારને ફરજ પડી હતી.જો કે ત્રીજા નામ તરીકે હાલ સીબીઆઇના એકટીંગ ડિરેકટર તરીકે ગુજરાત કેડરના જ અધિકારી પ્રવિણસિંહાનું નામ પણ ચર્ચામાં હતું પરંતુ સરકારે તેના પર બહુ આગ્રહ કર્યો નહી અને તેથી તેઓ શોર્ટ લિસ્ટેડ થયા ન હતાં.
શ્રી અસ્થાના ગુજરાતમાંથી સીધા સીબીઆઇમાં જ ડેપ્યુટેશનમાં લઇ જવાયા હતા પણ તેઓને સાથી અધિકારીઓ સાથે વિવાદ થતાં તથા તેમની કેટલીક કામગીરી સામે પ્રશ્ર્ન સર્જાતા તેઓને આ પદેથી ફેરવવાની મોદી સરકારને ફરજ પડી હતી અને આ રીતે અસ્થાનાને ફરી લાવવા માટેની સરકારની ચાલને પણ ચીફ જસ્ટીસે ઉંધીવાળી દીધી હતી અને જે ત્રણ નામ આવ્યા છે તે ભૂતકાળમાં કદી ચર્ચામાં ન હતા અને હવે તેમાંથી એક નામની પસંદગી થશે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન(સીબીઆઈ)ના નવા વડા તરીકે મહારાષ્ટ્ર કેડર ના 1985 બેચના આઇપીએસ ઓફિસર સુબોધ કુમાર જયસ્વાલ ની નિમણુંક કરવામાં આવી છે. તેઓ હાલ સીઆઈએસએફના વડા છે. આજે સાંજે વડાપ્રધાન મોદીનો અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમના અને વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરી ની હાજરીમાં સુબોધ કુમાર જયસ્વાલ ના નામ પર મહોર લગાવવામાં આવી છે.
તેઓ બે વર્ષના સમયગાળા માટે સીબીઆઈ ડાયરેક્ટર રહેશે. ગુજરાત કેડર ના રાકેશ અસ્થાના અને વાય.સી.મોદી પણ સીબીઆઇ ના વડા તરીકે ની રેસમાં હોવાનું જણાવાયુ હતું. રાકેશ અસ્થાના બીએસએફના વડા છે જે 31 ઓગસ્ટના નિવૃત્ત થશે તો વાય.સી.મોદી એનાઈએ ના વડા છે અને 31 માર્ચના નિવૃત થશે.