ભારતીય રાજકારણમાંનરેન્દ્ર મોદી સૌથી વધારે પ્રખ્યાત સાબીત થયા છે. અમેરિકાની PEW રિસર્ચમાં આ વાત સામે આવી છે. સર્વેમાં 2,464 ભારતીયોએ ભાગ લીધો હતો. સર્વેમાં મોદીને 88 ટકા તો રાહુલ ગાંધી ને 58 ટકા વોટ મળ્યા છે. આમ, મોદી રાહુલ ગાંધી કરતા 30 ટકા આગળ છે.
ભારતીય રાજનીતિમાં સૌથી લોકપ્રિય હસ્તીના લિસ્ટમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી 57 ટકા સાથે ત્રીજા સ્થાન પર છે. જ્યારે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 39 ટકાની સાથે ચોથા સ્થાન પર છે.
આ સર્વેની માનીએ તો, ભારતીયોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અપેક્ષા મોદીની પ્રતિ સકારાત્મક જોવા મળી છે. સર્વે અનુસાર, અમેરિકાના લઈને સકારાત્મક વલણ રાખનાર ભારતીયોની સંખ્યામાં ઘટાડો થયો છે.