વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવાર વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં આયોજિત ફાઈનાન્સિયલ ટેક્નોલોજી ઈવેન્ટ ‘ઈન્ફિનિટી ફોરમ-2.0’ને સંબોધિત કરી હતી. આ ઈવેન્ટનું આયોજન ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી અને ગિફ્ટ સિટી દ્વારા ભારત સરકારના સહયોગથી કરવામાં આવ્યું છે.
વિશ્વભરના પ્રગતિશીલ વિચારો, ગંભીર સમસ્યાઓ અને નવીન તકનીકીઓ, તેમના ઉકેલો અને તકો વિશે ચર્ચા
80 દેશોમાંથી 95,000 થી વધુ નોંધણીઓ પ્રાપ્ત કરીને, ડિસેમ્બર 2021 માં પ્રથમ વખત આ વૈશ્વિક ફિનટેક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે 100 થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો હતો. પ્રગતિશીલ વિચારો, સમસ્યાઓ અને નવીન તકનીકોની ચર્ચા કરવામાં આવશે
આ કાર્યક્રમ વિશ્વભરના પ્રગતિશીલ વિચારો, ગંભીર સમસ્યાઓ અને નવીન તકનીકીઓ, તેમના ઉકેલો અને તકોની ચર્ચા કરે છે. આ વર્ષે કાર્યક્રમની થીમ છે ગિફ્ટ આઈએસએસસી : નર્વ સેન્ટર ફોર ન્યુ એજ ગ્લોબલ ફાયનાન્સિયલ સર્વિસીસ, જે ત્રણ ટ્રેક પર કો-ઓર્ડિનેટ કરવામાં આવ્યો છે.
કાર્યક્રમનું આયોજન હાઇબ્રિડ મોડમાં કરવામાં આવ્યુ છે.આ ઈવેન્ટનું આયોજન ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024’ પહેલા કરવામાં આવી રહ્યું છે. જેમાં વિદેશના સહભાગીઓ વર્ચ્યુઅલ રીતે જોડાયા છે.
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, પિયુષ ગોયલ, અશ્વિની વૈષ્ણવ ઉપરાંત નાણા મંત્રાલયના સચિવ અજય સેઠ, ગિફ્ટ કંપની લિમિટેડના ચેરમેન તપન રોય, કેવી કામત અને ઉદય કોટક જેવી હસ્તીઓ આ કાર્યક્રમને સંબોધન કરવાની છે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ, આદિત્ય બિરલા સન લાઈફ, મોર્ગન સ્ટેનલી (ઈન્ડિયા), બેંક ઓફ અમેરિકા, પેટીએમ, ઝેરોધાના પ્રતિનિધિઓ સહિત 20 દેશોના લોકો આ ઈવેન્ટમાં ભાગ લેશે.