વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે જબલપુર થઇને મંડલા પહોંચ્યા. અહીંયા તેઓ રામનગરમાં પંચાયતી રાજ દિવસ કાર્યક્રમમાં સામેલ થયા. અહીં તેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશની 2.44 લાખ પંચાયતોને સંબોધન કર્યું. તેમણે કહ્યું- “આજે પંચાયત દિવસ પણ છે. બાપુના સપનાઓને સાકાર કરવાનો આ અવસર છે, કારણકે મહાત્મા ગાંધીએ કહ્યું ભારતની ઓળખ ભારતના ગામડાઓથી છે એ સંકલ્પને વારંવાર દોહરાવ્યો હતો. દેશના વિકાસ માટે તે બહુ જરૂરી છે. હું તમામ સરપંચો અને પ્રધાનોને અપીલ કરું છું કે પોતાના ક્ષેત્રમાં તેઓ કંઇક એવું કામ કરે કે જે તેઓ તેમની આગલી પેઢીને જણાવી શકે કે આ કામ તેમણે કર્યું હતું.”
આજે ચિંતા છે કે બજેટનો ઉપયોગ કેવી રીતે કરીશ
મોદીએ કહ્યું, “કોઇ જમાનો હતો જ્યારે બજેટના કારણે મુસીબત થઇ હોય. પરંતુ આજે બજેટની ચિંતા નથી. પરંતુ આજે ચિંતા છે કે યોગ્ય ઉપયોગ કેવી રીતે થાય, સમયસર કેવી રીતે થાય અને જો થાય તો પ્રામાણિકતાથી કેવી રીતે થાય. સમસ્યા પૈસાની અછતની નથી. સમસ્યા પ્રાથમિકતાઓની અછતની હોય છે.”
ગામમાં બદલાવ માટે આપણે સંકલ્પ કરવો પડશે
મોદીએ કહ્યું, “આજે આપણે ગામ માટે કશું કરવાનો સંકલ્પ કરીએ. આજે જ્યારે આપણે મંડલા આવીએ છીએ તો કિલ્લાની ઓળખ થાય છે, રાજપરિવારની ઓળખ થાય છે, તો આપણે પહોળી છાતીએ તે વાતનો ગર્વ કરીએ છીએ. આપણે આવનારી પેઢીઓને આ વાતની જાણ કરીએ છીએ.”
“હવે લોકતંત્ર છે. એક નિશ્ચિત સમયમર્યાદા માટે ગામના લોકોએ અમારા પર ભરોસો કર્યો છે. એવો કોણ પંચાયત પ્રધાન હશે, જેના દિલમાં ઇચ્છા ના હોય કે મને પાંચ વર્ષ મળ્યા છે અને આ 5 વર્ષોમાં 5,10 કે 15 સારા કામો કરીને જ રહીશ.”
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com