- કેન્દ્રીય કર્મચારીઓએ 9:15 વાગ્યા સુધીમાં ઓફિસમાં ફરજિયાત આવીને હાજરી પુરવી પડશે
મોદી સરકાર ત્રીજા કાર્યકાળમાં પોતાનું પરફોર્મન્સ બતાવવા માટે હવે એક્શન મોડમાં આવી ગઈ છે. ખાસ તો બાબુઓની ’લાલીયાવાડી’ ઉપર સરકારે હવે કડકાઈ લીધી તુવેર- ચણાની દાળ ઉપર સપ્ટેમ્બર સુધી સ્ટોક નિયંત્રણ : ડુંગળીનો જથ્થો ખુલ્લો મુકાશેછે. સરકારે જાહેર કર્યું છે કે હવે 15 મિનિટથી મોડા થયે કર્મચારીઓનો પગાર કપાઈ જશે.
કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે 15 મિનિટથી વધુ મોડા પહોંચનારાઓને માફ કરવામાં આવશે નહીં. તેઓ કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. દેશભરના કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ સવારે 9.15 વાગ્યા સુધીમાં ઓફિસમાં આવીને તેમની હાજરી માર્ક કરે. આ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ સહિત તમામ કર્મચારીઓને પણ બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ બાદ તેનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગએ મહત્તમ 15 મિનિટના વિલંબને માફ કરવાનો નિર્ણય લીધો છે. કર્મચારીઓને જાણ કરવામાં આવી છે કે જો તેઓ સવારે 9.15 વાગ્યા સુધીમાં ઓફિસે નહીં આવે તો તેમની અડધા દિવસની રજા કાપી લેવામાં આવશે. સરકારી કર્મચારીઓ માટે જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “જો કોઈ કારણસર કર્મચારી કોઈ ચોક્કસ દિવસે ઓફિસમાં હાજર ન રહે તો તેણે તેની જાણ કરવાની રહેશે.
કેન્દ્ર સરકારની કચેરીઓ સવારે 9 થી સાંજના 5.30 વાગ્યા સુધી ખુલ્લી રહે છે, પરંતુ જુનિયર સ્તરના કર્મચારીઓ માટે મોડા આવવું અને વહેલા નીકળી જવું સામાન્ય બાબત છે. વરિષ્ઠ અધિકારીઓ કહે છે કે ઓફિસનો કોઈ નિશ્ચિત સમય નથી. અમે કામ પણ ઘરે લઈ જઈએ છીએ. તેઓ સામાન્ય રીતે રજાઓ અથવા સપ્તાહના અંતે ઘરેથી કામ કરે છે.
2014માં સત્તા સંભાળ્યા બાદ મોદી સરકારે ઓફિસના સમયને લાગુ કરવાની માંગ કરી હતી. જેનો કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. કેટલાકની દલીલ હતી કે તેઓ લાંબા અંતરની મુસાફરી કરે છે. અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર ઓફિસે આવે તે માટે બાયોમેટ્રિક સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી હતી. ઘણા વરિષ્ઠ અધિકારીઓએ તેમની હાજરીને ચિહ્નિત કરવા માટે કતારોમાં ઉભા રહેવાનું ટાળવા માટે તેમના ડેસ્ક પર બાયોમેટ્રિક ઉપકરણો ઇન્સ્ટોલ કર્યા હતા. હવે સરકાર ફરી એક્શનમાં જોવા મળી રહી છે. બાયોમેટ્રિક સિસ્ટમ પુન:સ્થાપિત કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.