વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના આઠ વર્ષ પૂર્ણ થયા છે. તેઓ એ ભારતીય વડાપ્રધાનોમાંના એક છે જેમણે સતત આઠ વર્ષ સુધી દેશની સત્તા સંભાળી અને ભારત સાથે વૈશ્વિક મંચ પર પણ મજબૂત હાજરી આપતા જોવા મળ્યા. ત્યારે મોદી સરકારને ૮ વર્ષ પૂર્ણ થતા ગુજરાત ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રેસ કોન્ફરન્સમાં મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં સીએમ ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા. અહી સીએમ અને સી.આર પાટીલે નરેન્દ્ર મોદીની 2014થી લઈ 2022 સુધીના 8 વર્ષના સરકારના તમામ કાર્યો પર માહિતી આપી હતી.
ભારતમાં ઘણા વર્ષો પછી બદલાવ લાવનારી સરકાર જોવા મળી: CM
પ્રેસ કોન્ફરન્સમાં CM ભુપેન્દ્ર પટેલે પીએમ મોદીને આઠ વર્ષ પૂર્ણ થતાં અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે કેટલાય વર્ષો પછી બદલાવ લવનારી સરકાર જોવા મળી છે.
સી.આર પાટીલે ભારતની વેક્સીનના કર્યા ભરપેટ વખાણ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે પીએમ મોદીની સિદ્ધિઓ ગણાવતા કહ્યું છે કે સરકાર ધારે તો શુ કરી શકે તે કલ્પના મોદી સરકારે દરેક યોજના જમીની સ્ટાર પર લાગુ કરાવી બતાવ્યું છે. સરકારની તમામ યોજના સફળતા સાથે લોકો સુધી પહોંચાડી, દુનિયાની સૌથી મોટી યોજના આયુષમાન યોજના બની છે જેમાં દેશમા 18 કરોડ લોકોના આયુષ્માન કાર્ડ બનાવવમા આવ્યા, સાડા ત્રણ કરોડ લોકોની સારવાર વિના મૂલ્યે થઈ છે.
આજે દેશના દરેક નાગરિકને મફતમાં કોરોના વેક્સિન આપવામાં આવે છે. દેશની જ વેક્સીનના કારણે મહામારીમાં પણ ભારત જીત્યું છે, આ વાત વિશ્વ પણ સ્વીકારે છે. જનધન યોજના હેઠળ 45 લાખ લોકોના ખાતા ખુલ્યા તેમજ 80 કરોડ નાગરિકોને વિના મૂલ્ય અન્ન મળ્યું છે. વન નેશન વન રેશન કાર્ડ યોજના કારણે 2.5 કરોડ લોકોને લાભ મળ્યો છે.