વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પાંચમી સપ્ટેમ્બરે થશે લોકાર્પણ
ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક સમસ્યા માંથી જગતને છુટકારો આપવા માટે પેરિસની ગ્લોબલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશ્વ સમાજને વિશ્વનું વધતું જતું તાપમાન નિયંત્રણમાં લેવા માટે ઉર્જાના ઉત્પાદન થી વધતા તાપમાનને નિયંત્રણમાં લઇ વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત વિકસાવવાની હિમાયત કરવામાં આવી હતી અને વિશ્વના તમામ દેશોએ આ અભિયાનમાં વિસ્તારપૂર્વક જોડાવાની જાહેરાત કરી હતી.
વીજળીના ઉત્પાદન માટે પરંપરાગત ઊર્જાના સ્ત્રોતો ના બદલે સૂર્ય ઊર્જા પવન ઊર્જા ના માધ્યમથી વીજળી ઉત્પન્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકારે સૂર્ય ઉર્જા ના સ્ત્રોતો અપનાવવાની શરૂ કરેલી કવાયતના ભાગરૂપે રાજ્યના સૌથી પ્રાચીન વિરાસત અને સૂર્ય મંદિરની વૈશ્વિક ઓળખ ધરાવતા મોઢેરામાં છ મેગાવોટ સૂર્ય ઊર્જા આધારિત પાવર પ્લાન્ટ નિર્માણ કરીને ગામમાં 24 કલાક સૂર્ય ઉર્જા ઉત્પાદિત વીજળી વાળુ ગામ બનાવવામાં આવ્યું છે.
મોઢેરા સંપૂર્ણ સૂર્યઉર્જા સંચાલિત દેશનું પ્રથમ ગામ બન્યું છે અને તે 5 મી સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે લોકાર્પિત થશે . ગુજરાત સરકારે સોલાર પાવર પ્રોજેક્ટ પર લગભગ 69કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. સરકારે પ્લાન્ટ માટે 12હેક્ટર જમીન ફાળવી હતી, જે ગામથી 3કિમી દૂર છે. 6 મેગાવોટ સોલર પાવર પ્લાન્ટને સૌર ઊર્જાના સંગ્રહ માટે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે જોડવામાં આવશે. આ બેસથી જ મોઢેરા ગામને રાત્રે સૌર ઉંર્જા પ્રાપ્ત થશે.
પાવર કી પિંગ બેટરીજોડાયેલા 6 મેગાવોટ સોલર પાવર પ્લાન્ટ ઉપરાંત, ગામના ઘરો પણ તેમની છત પરથી વીજળી ઉત્પન્ન કરવામાં આવશે સૂર્યમંદિર નાગામ તરીકેની ઓળખ ધરાવતા મોઢેરામાં સાક્ષાત સૂર્યનું પૃથ્વી પર અવતરણ થયું હોય તેમ આખું ગામ સંપૂર્ણપણે સૂર્ય ઊર્જા આધારિત ગામ બન્યું છે.
પ્રધાનમંત્રી અન્ય ઘણા પ્રોજેક્ટ્સ સાથે સાથે મોઢેરાના સૂર્ય શક્તિ ગામનું પણનું ઉદ્ઘાટન કરશે પ્રધાનમંત્રી5 સપ્ટેમ્બરે શિક્ષણ વિભાગના કેટલાક પ્રોજેક્ટ્સનું પણ સેક્સ લોકાર્પણ કરે તેવી શક્યતા છે ગાંધીનગર , સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ સહિત. મોદી તેમની એક દિવસની મુલાકાત દરમિયાન અન્ય વિભાગોના પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરશે અને કેટલાક જાહેર પ્રોજેક્ટ્સ પર પ્રગતિની સમીક્ષા કરે તેવી અપેક્ષા છે.