જ્ઞાતિના જરૂરિયાત મંદ પરિવારોને એમઆરઆઇ, સીટી સ્કેન, સોનોગ્રાફી સહિતના પરીક્ષણોમાં
પ૦ ટકા સુધીની રાહત અપાશે
મોઢવણીક મહાજન ટ્રસ્ટ દ્વારા રાજકોટ સ્થિત મોઢવણીક જ્ઞાતિના જરૂરીયાત મંદ દર્દીઓને નિદાન પરિક્ષણો જેવા કે લોહીના વિવિધ પરિક્ષણો, એમઆરઆઇ, સીટીસ્ક્રેન, સોનોગ્રાફી જેવા મોધાદાટ પરીક્ષણોમાં રાહતરુપ થઇ શકાય તે ઉમદા હેતુથી ટ્રસ્ટ દ્વારા‘નિરામય’ નિદાન સહાય અંતર્ગત રાહત સહાય આપવાનું નકકી કરવામાં આવ્યું.
મોઢવણીક મહાજન ટ્રસ્ટના પ્રમુખ ભાગ્યેશભાઇ વોરા ‘નિરામય’ નિદાન સહાય યોજના વધુ જણાવતા કહ્યું કે પ્રવર્તમાન સંજોગોમાં તબીબી ક્ષેત્રે સંપન્ન વ્યકિત હોય તે પણ ખૂવાર થઇ જાય છે. ત્યારે અમોએ રાજકોટમાં વસતા આથિંક રીતે નબળા મોઢવણીક પરિવારના દર્દીને આ પ્રકારના મોધાદાટ પરિક્ષણોમાં રાહત આપવા સહાયનું રાજકોટ મોઢવણીક મહાજન ટ્રસ્ટ દ્વારા નકકી કરાયું છે. તથા આ માટે પંચનાથ મહાદેવ નિદાન કેન્દ્ર સાથે એમ.ઓ.યુ. કરી આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છ.ે.
આ યોજનાની અમલવારી અંગે વાતચીત કરતા ટ્રસ્ટના મેને. ટ્રસ્ટી કિરેન છાપીયા તથા મંત્રી અશ્ર્વીન વડોદરીયાને જણાવ્યું હતું કે તા. ૧/૮/૨૦ થી ‘નિરામય’ નિદાન સહાય યોજનાની અમલવારીનો પ્રારંભ કરવામાં આવશે. મોઢવણીક મહાજન ટ્રસ્ટ અને પંચનાથ નિદાન કેમ્પ દ્વારા જોડાણ કરાર કર્યા યોજનાના પ્રારંભ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ ભાગ્યેશ વોરા મેને. ટ્રસ્ટી કિરેન છાપીયા, સહમંત્રી કેતન પારેખ, ટ્રસ્ટી સંજય મણીયાર, દેવાંગભાઇ માંકડ, ધર્મેન્દ્ર મહેતા (ડી.વી.મહેતા) તેમજ નીતીનભાઇ મણીયાર આ પ્રસંગે ઉ૫સ્થિત રહેલ હતા. ‘નિરામય’ નિદાન સહાય યોજનામાં પ્રભારી ટ્રસ્ટી તરીકે સંજયભાઇ મણીયાર તેમજ પ્રોજેકટના ક્ધવીનર તરીકે જીજ્ઞેશભાઇ મેસ્વાણીની નિયુકિત ટ્રસ્ટના પ્રમુખ ભાગ્યેશભાઇ વોરા દ્વારા કરવામાં આવેલ છે. આ યોજનાનો લાભ લેવા ટ્રસ્ટના સહમંત્રી કેતન પારેખ શ્રીજી ઇલેકટ્રોવિઝન મનીષ કોમ્પ્લેક્ષ, અક્ષર માર્ગ, પંચવટી હાઉસીગ બોર્ડ મેઇન રોડ મો. નં. ૯૮૨૫૩ ૩૭૩૫૨ પર સંપક કરવાનો રહેશે.